વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | Vegetable Jalfrezi

વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati.

વેજીટેબલ જાલફ્રેઝી એ એક લોકપ્રિય પંજાબી વેજીટેબલ જલફ્રેઝી સબ્જી છે. વેજીટેબલ જાલફ્રેઝીવેજીટેબલ જાલફ્રેઝીમાં મિક્સ શાકભાજીને તાજા ટમેટાના પલ્પના પાયામાં રાંધે છે, તેમાં લીલા મરચા, આદુ, કાંદા અને આવી સ્વાદિષ્ટ સામગ્રી મળવીને સાંતળવામા આવે છે.

રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ જાલફ્રેઝીરેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ જાલફ્રેઝીને ગરમ-ગરમ રોટલી સાથે આનંદ લો.

Vegetable Jalfrezi recipe In Gujarati

વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી - Vegetable Jalfrezi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

વેજીટેબલ જાલફ્રેઝી માટે
૧/૨ કપ આડા કાપીને અર્ધ ઉકાળેલા બેબી કોર્ન
૧/૨ કપ અર્ધ ઉકાળીને આડા સમારેલા ગાજર
૧/૨ કપ આડી કાપીને અર્ધ ઉકાળેલી ફણસી
૧/૨ કપ અર્ધ ઉકાળેલા ફૂલકોબીના ટુકડા
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરું
૧/૨ ટીસ્પૂન આદુની પેસ્ટ
૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન ધાણા-જીરું પાવડર
૧ ટીસ્પૂન ગરમ મસાલા
૧/૨ ટીસ્પૂન કસૂરી મેથી
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ તાજા ટમેટાનું પલ્પ
૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
કાર્યવાહી
વેજીટેબલ જાલફ્રેઝી બનાવવા માટે

  વેજીટેબલ જાલફ્રેઝી બનાવવા માટે
 1. વેજીટેબલ જાલફ્રેઝી બનાવવા માટે, એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું, આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
 2. કાંદા ઉમેરો અને મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે સાંતળી લો.
 3. તેમાં બધા વેજીટેબલ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા-જીરું પાવડર, ગરમ મસાલા, કસૂરી મેથી, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી નાખી બરાબર મિક્સ કરી લો. ઢાંકણથી ઢાંકીને મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૩ મિનિટ સુધી રાંધી લો.
 4. તાજા ટામેટાંનો પલ્પ અને કોથમીર ઉમેરો, બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ મિનિટ સુધી રાંધી લો.
 5. વેજીટેબલ જાલફ્રેઝી ને ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી ની રેસીપી

વેજીટેબલ જાલફ્રેઝી બનાવા માટેની તૈયારી

 1. વેજીટેબલ જાલફ્રેઝી બનાવા માટે | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati | આપડે શાકભાજીનો સંગ્રહ, જેવા કે બેબી કોર્ન, ગાજર, ફણસી અને ફૂલકોબીનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે તેમને ત્રાંસા કાપીને અર્ધ બાફી લીઘા છે.
 2. કાંદાની ત્વચા છોલીને છાલ ને કાઢી નાખો. કાંદાને પાતળા સ્લાઇસ માં કાપીને એક બાજુ રાખો.
 3. ઘરે તાજા ટમેટાનું પલ્પ બનાવીને તૈયાર રાખો.

વેજ જાલફ્રેઝી બનાવા માટે

 1. મિક્સ વેજીટેબલ જાલફ્રેઝીને બનાવા માટે, એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
 2. આદુની પેસ્ટ ઉમેરો.
 3. લસણની પેસ્ટ ઉમેરો.
 4. સારી રીતે મિક્સ કરો અને થોડી સેકંડ માટે અથવા કાચી સુગંધ જાય ત્યાં સુધી મધ્યમ આંચ પર સાંતળી લો.
 5. કાંદા ઉમેરો.
 6. મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે અથવા કાંદા નરમ અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.
 7. અન્ય તમામ શાકભાજી ઉમેરો, શરૂઆત આડા કાપીને અર્ધ ઉકાળેલા બેબી કોર્ન થી કરો. જો તમને બેબી કોર્ન ન મળે, તો સ્વીટ કોર્ન ના દાણાનો ઉપયોગ કરો.
 8. અર્ધ ઉકાળીને આડા સમારેલા ગાજર ઉમેરો. શાકભાજીઓને સમાનરૂપે કાપવું મહત્વપૂર્ણ છે, જેથી તેઓ રાંધવાનો સમાન સમય લે છે અને નરમ થયા વિના સંપૂર્ણપણે રાંધાય જાય.
 9. આડી કાપીને અર્ધ ઉકાળેલી ફણસી ઉમેરો. તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે, તમે પનીર અથવા સોયા નગેટ રૂપમાં પ્રોટીન ઉમેરી શકો છો.
 10. અર્ધ ઉકાળેલા ફૂલકોબીના ટુકડા ઉમેરો. જો તમને ગમે તો અન્ય શાકભાજીઓ જેવા કે બ્રોકોલી ફ્લોરેટ્સ, લીલા વટાણા, બટેટા, કેપ્સિકમ, રંગીન શિમલા મરચા પણ ઉમેરી શકાય છે.
 11. મરચાંનો પાઉડર નાખો. વેજીટેબલ જાલફ્રેઝી હળવા મસાલેદાર હોવાનું માનવામાં આવે છે પરંતુ તમે તમારી પસંદગી મુજબ મસાલાને સમાયોજિત કરી શકો છો.
 12. તેમાં હળદર પાવડર નાખો.
 13. તેમાં ધાણા-જીરું પાવડર નાખો.
 14. ગરમ મસાલા નાખો. તમારા સ્વાદને અનુરૂપ મસાલાના સ્તરને સમાયોજિત કરો.
 15. કસૂરી મેથી નાખો.
 16. મીઠું નાખો.
 17. તેમાં ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લો. પાણી મસાલાઓને બળતા અટકાવે છે.
 18. ઢાંકણથી ઢાંકીને મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૩ મિનિટ સુધી રાંધી લો. ઓવરકુક ન કરો કારણ કે તમે ઇચ્છો છો કે શાકાભાજી તેના કુરકુરાપન જાળવીને રાખે.
 19. તાજા ટમેટાનું પલ્પ ઉમેરો. જો તમારી પાસે ટામેટાંનો પલ્પ તૈયાર નથી, તો વેજીટેબલ જાલફ્રેઝીને ખૂબ જ જરૂરી ટેન્ગી સ્વાદ આપવા માટે ટમેટા કેચઅપનો ઉપયોગ કરો.
 20. કોથમીર ઉમેરો.
 21. બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ મિનિટ સુધી વેજીટેબલ જાલફ્રેઝીને | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati | રાંધી લો.
 22. ચપાતી, નાન, પરાઠા અથવા પુલાવની સાથે વેજીટેબલ જાલફ્રેઝીને | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati | ગરમ પીરસો.

Reviews