ઘઉંના લોટના વેજીટેબલ ચીલા ની રેસીપી | Whole Wheat Vegetable Cheela, Atte ka Cheela

સવારના ઉતાવળે કોઇ રસોઇની વાનગી બનાવવાની જરૂર ઉભી થાય ત્યારે તમારા માટે આ ઘઉંના લોટના વેજીટેબલ ચીલા એક અતિ સરળ અને સહજ વાનગી છે જેમાં કંઇ વાટવાની, પીસવાની કે પછી આથો આપવાની જરૂર જ નથી પડતી અને થોડી મિનિટમાં તમારા ટેબલ પર આ ચીલા પીરસાઇ જશે.

ઘઉંના લોટનું ખીરૂં જેમાં વિવિઘ શાક, લીલા મરચાંની તિખાશ અને કોથમીરની સુગંધી સુવાસ ભળતા તમારા માટે તૈયાર થશે આ ગોલ્ડન ચીલા જે દરેકને ભાવે એવા સ્વાદિષ્ટ બને છે. સ્વાદિષ્ટ એવા આ ઘઉંના લોટના વેજીટેબલ ચીલામાં વિવિઘ શાક સાથે સાંભર અને ચટણીની લહેજત માણવા જેવી છે.

અહીં ખાસ યાદ રાખશો કે ઘઉંના લોટના વેજીટેબલ ઢોસા તૈયાર થાય કે તરત જ પીરસવા, નહીં તો થોડા સમયમાં ઘઉંના લોટના વેજીટેબલ ચીલા ઠંડા પડવાથી રબ્બર જેવા બની જશે.

ઘઉંના લોટના વેજીટેબલ ચીલા ની રેસીપી - Whole Wheat Vegetable Cheela, Atte ka Cheela recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦ ઢોસા માટે
મને બતાવો ઢોસા

ઘટકો

ઘઉંના લોટના વેજીટેબલ ચીલાની રેસીપી બનાવવા માટે
૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ખમણેલા ગાજર
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૫ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે તથા રાંધવા માટે

પીરસવા માટે
ચટણી
સાંભર
કાર્યવાહી
ઘઉંના લોટના વેજીટેબલ ચીલાની રેસીપી બનાવવા માટે

    ઘઉંના લોટના વેજીટેબલ ચીલાની રેસીપી બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને ૧ ૧/૪ કપ પાણી મેળવી રવઇ વડે સારી રીતે જેરી લો.
  2. તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવીને ચપાટ ચમચા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.
  3. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર સહજ થોડું પાણી છાંટી મલમલના કપડા વડે લૂછીને સાફ કરી લો.
  4. તે પછી તેની પર ૧/૪ તેલ ટીસ્પૂન ચોપડી તૈયાર કરેલું ખીરૂં એક ચમચા જેટલું તેની પર રેડીને ૧૫૦ મી. મી. (૬”)ના વ્યાસના ગોળાકાર રીતે પાથરી લો.
  5. તેના ઉપર અને ધાર પર ૧/૨ ટીસ્પૂન તેલ નાખો અને ચીલા બંને બાજુથી આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર રાંધવા.
  6. રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૯ ચીલા તૈયાર કરો.
  7. ચટણી અને સાંભર સાથે ઘઉંના લોટના વેજીટેબલ ચીલા તરત જ પીરસો.

Reviews