બટાટા અને પનીરના રોલ - Aloo and Paneer Roll

Aloo and Paneer Roll recipe In Gujarati

This recipe has been viewed 3066 times

Aloo and Paneer Roll - Read in English 


બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.

Aloo and Paneer Roll recipe - How to make Aloo and Paneer Roll in gujarati

તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬રોલ માટે
મને બતાવો રોલ

ઘટકો

કણિક માટે
૧/૪ કપ મેંદો
૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૨ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

પૂરણ માટે
૧ ૧/૨ કપ બાફી , છોલી અને ખમણેલા બટાટા
૧ ૧/૨ કપ ખમણેલું પનીર
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ફૂદીનાના પાન
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને સલાડ બનાવવા માટે
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી
૧ ટીસ્પૂન ચાટ મસાલો

અન્ય સામગ્રી
૬ ટીસ્પૂન લીલી ચટણી
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
ટમૅટો કેચપ
કાર્યવાહી
કણિક માટે

  કણિક માટે
 1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, પર્યાપ્ત માત્રામાં પાણી મેળવી, મસળીને નરમ કણિક બનાવો.
 2. આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને, ઘઉંના લોટની મદદથી, ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
 3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, વણેલી બધી રોટીને અર્ધ-કચરી રાંધી લો અને બાજુ પર રાખો.

પૂરણ માટે

  પૂરણ માટે
 1. એક ઊંડા નૉન-સ્ટીક તવામાં તેલ ગરમ કરી, જીરૂ ઉમેરો.
 2. જ્યારે જીરૂ તતડવા માંડે ત્યારે તેમાં લીલા મરચાં ઉમેરી, મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
 3. હવે તેમાં બટાટા, પનીર, કોથમીર, ફૂદીનો અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
 4. તૈયાર થયેલ પૂરણના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને, હાથની મદદથી લંબચોરસ આકાર આપી, બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. મિક્સ કરીને તૈયાર કરેલા સલાડના ૬ સરખા ભાગ પાડી, બાજુ પર રાખો.
 2. અર્ધ-કચરી રાંધેલી એક રોટીને, સપાટ અને સૂકી જગ્યા પર મૂકો અને તેની પર ૧ ટીસ્પૂન લીલી ચટણી લગાવો.
 3. હવે રોટીના એક ખુણા પર પૂરણનો એક ભાગ મૂકી, તેની ઉપર સલાડનો એક ભાગ મૂકો. હવે રોટીને ચુસ્તરીતે વીંટી, એક રોલ બનાવો.
 4. રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે, બાકીના ૫ રોલ બનાવો.
 5. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડું તેલ ચોપડી લો.
 6. તેની પર તૈયાર કરેલ રોલ મૂકી, થોડા તેલની મદદથી, રોલ ફરતે બ્રાઉન ટપકાં આવે ત્યાં સુધી શેકી લો.
 7. દરેક રોલને આડા બે ભાગમાં કાપીને, ટમૅટો કેચપ સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews