કુલ્ફી અને જલેબીનું સન્ડે | Kulfi and Jalebi Sundae

જ્યારે મીઠાઇ અને મલાઇ સાથે થાય ત્યારે તમને એક મજેદાર પીણું માણવા મળે! આવું જ આ નવીનતાભર્યું કુલ્ફી અને જલેબીનું સન્ડે, જે ભોજનના અંતે ઝટ બનાવીને પીરસી શકાય છે. કુલ્ફી અને ફાલુદાની સેવ પર જલેબી અને વધુમાં મેળવેલા ગુલાબના સીરપથી તે વધુ આકર્ષક લાગે છે. આ ડેઝર્ટ દેશી જમણ પછી પીરસવાથી તેના સ્વાદ અને સુવાસ વડે તમારું જમણ વધુ મજેદાર પૂરવાર થશે.

Kulfi and Jalebi Sundae recipe In Gujarati

This recipe has been viewed 5181 times

कुल्फी एण्ड जलेबी सन्डे - हिन्दी में पढ़ें - Kulfi and Jalebi Sundae In Hindi 
Kulfi and Jalebi Sundae - Read in English 


કુલ્ફી અને જલેબીનું સન્ડે - Kulfi and Jalebi Sundae recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો
કાર્યવાહી
    Method
  1. પીરસવાના એક ગ્લાસમાં ૧/૨ કપ કુલ્ફીના ટુકડા મૂકી તેની પર જલેબીનો અડધો ભાગ સરખી રીતે ગોઠવી લો.
  2. તે પછી તેની પર ૨ ટેબલસ્પૂન ફાલુદાની સેવ, ૧ ટીસ્પૂન ગુલાબનું સીરપ અને ૨ ટીસ્પૂન પલાળેલા તકમરિયાં સરખા પ્રમાણમાં છાંટી લો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજો એક ગ્લાસ પણ તૈયાર કરી લો.
  4. તરત જ પીરસો.

શું તમને ખબર છે?

    શું તમને ખબર છે?
  1. કુલ્ફીના મોલ્ડમાંથી કુલ્ફીને કાઢવા માટે, પહેલા કુલ્ફીને ફ્રીજમાંથી બહાર કાઢી ૫ મિનિટ સુધી બાજુ પર રાખો. તે પછી એક લાકડાના સ્કુવર અથવા ફોર્કને કુલ્ફીની મધ્યમાં ભરાવીને કુલ્ફીને ખેંચી લો.
  2. આ ઉપરાંત બીજી એક રીત એ છે કે કુલ્ફીના મોલ્ડને નળની નીચે થોડી વાર વહેતા પાણી પર પકડી રાખીને કુલ્ફી કાઢી લેવી. જ્યારે તમને સમયનો અભાવ હોય, ત્યારે તમે બજારમાં મળતી કુલ્ફીનો પણ ઉપયોગ કરી શકો છો.

Reviews