વિગતવાર ફોટો સાથે પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | ની રેસીપી
-
જો તમને પનીર ઇન મંચુરિયન સૉસ રેસીપી | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | paneer in manchurian sauce in gujarati | ગમે છે, તો સમાન રેસીપીઓની સૂચિ નીચે આપેલ છે.
- ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images.
- ચીલી ગાર્લિક નૂડલ્સ્ | Chilli Garlic Noodles in gujarati | with amazing images.
- પૅન ફ્રાઇડ નૂડલ્સ્ | ચાઇનીઝ વેજ પૅન ફ્રાઇડ હુકા નૂડલ્સ્ | Pan- Fried Noodles in gujarati | with amazing images.
-
મંચુરિયન સૉસ માટે કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | paneer in manchurian sauce in gujarati | એક વાટકીમાં કોર્નફ્લોર લો.
-
તેમાં ૩/૪ કપ પાણી ઉમેરો.
-
બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
-
પનીર ઇન મંચુરિયન સૉસ માટે ક્રિસ્પી પનીર બનાવવા માટે | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | paneer in manchurian sauce in gujarati | એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર લો.
-
સ્લાઇસ કરેલું પનીર નાખો.
-
મીઠું અને મરી પાવડર ઉમેરો.
-
સારી રીતે ટૉસ કરો અને બાજુમાં રાખો.
-
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, એક સમયે થોડા સ્લાઇસ કરેલા પનીર ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો અને તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો.
-
પનીર ઇન મંચુરિયન સૉસ બનાવવા માટે, એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો. ઇન્ડો-ચાઇનીઝ રેસિપિને ટોસ કરવા માટે વોક એક આદર્શ છે પરંતુ, તમે કોઈપણ અન્ય પાતળા તળીયાવાળ, પહોળા પૅનનો ઉપયોગ કરી શકો છો.
-
તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લીલા મરચા નાખો. અમે નિયમિત વનસ્પતિ તેલનો ઉપયોગ કર્યો છે પરંતુ, જો શક્ય હોય તો પનીર ઇન મંચુરિયન સૉસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તલનું તેલ અથવા મરચાંના તેલનો ઉપયોગ કરો.
-
લસણ ઉમેરો.
-
આદુ ઉમેરો. પનીર મંચુરિયનને સરસ ચટણી અને સ્વાદ આપવા માટે બારીક સમારેલા કાદાં, સિમલા મરચાં અથવા લીલા કાંદા જેવા અન્ય શાક પણ ઉમેરી શકાય છે.
-
સારી રીતે મિક્સ કરો અને ૩૦ સેકંડ માટે મધ્યમ તાપ પર સાંતળો.
-
કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ ઉમેરો.
-
સોયા સૉસ ઉમેરો. અમે નિયમિત સોયા સૉસનો ઉપયોગ કર્યો છે, પરંતુ, તમે પનીર ઇન મંચુરિયન સૉસને સ્વાદ વઘારવા માટે અને વધુ ઘેરો શેડ આપવા માટે નિયમિત અને ડાર્ક સોયા સૉસના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો.
-
ચીલી-ગાર્લિક સૉસ ઉમેરો. તમે તમારી સ્વાદની પસંદગી અનુસાર માત્રા વધારી અથવા ઘટાડી શકો છો. રેડીમેડ સૉસ ખરીદતા પહેલા, લેબલ્સને કાળજીપૂર્વક તપાસો અને એમએસીજી (MSG) અને ઉમેરેલા રંગોવાળા સૉસને ટાળો.
-
સાકર ઉમેરો.
-
મીઠું અને મરી પાઉડર ઉમેરો. સૉસમાં પહેલેથી જ એક પ્રિઝર્વેટિવ તરીકે મીઠું હોય છે, તેથી પનીર ઇન મંચુરિયન સૉસને સીઝન માટે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરો.
-
સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
-
પનીર ઉમેરો.
-
હળવા હાથે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. આપણી ઇન્ડો ચાઇનીજ઼ પનીર મંચુરિયન તૈયાર છે.
-
લીલા કાંદાથી સજાવો અને પનીર ઇન મંચુરીયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | paneer in manchurian sauce in gujarati | તરત જ ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ સાથે પીરસો.