તવા ચણા - Tava Chana

Tava Chana recipe In Gujarati

This recipe has been viewed 3422 times
5/5 stars  100% LIKED IT   
2 REVIEWS ALL GOOD

Tava Chana - Read in English 


જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.

તવા ચણા - Tava Chana recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩માત્રા માટે

ઘટકો
૨ કપ પલાળીને ઉકાળેલા કાબુલી ચણા
૨ ટેબલસ્પૂન તેલ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન ધાણા-જીરું પાવડર
૧ ટીસ્પૂન તદુંરી મસાલા
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલા
૧ ટેબલસ્પૂન આમચૂર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટેબલસ્પૂન કસૂરી મેથી
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
પાપડી
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરી, કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તેમાં આદૂ-લસણની પેસ્ટ, ટમેટા અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. હવે તેમાં લાલ મરચાંનો પાવડર, લીલા મરચાં, હળદર, ધાણા-જીરું પાવડર, તંદુરી મસાલો, ચાટ મસાલો, આમચૂર, કોથમીર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ, સતત હલાવતા રહી, રાંધી લો.
  4. હવે તેમાં કસૂરી મેથી, કાબુલી ચણા, ૨ ટેબલસ્પૂન પાણી અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ, સતત હલાવતા રહી, રાંધી લો.
  5. પાપડી સાથે ગરમા ગરમ પીરસો.

Reviews