મલગાપડી પાવડર, દક્ષિણ ભારતીય ગન પાવડર | Milagai Podi, Malgapodi Powder, South Indian Gun Powder Recipe

આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાવડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાવડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે. અહીં ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમે આ મલગાપડી પાવડર બનાવો ત્યારે તેની દરેક સામગ્રીને વાનગીની જરૂરત પ્રમાણે અલગ-અલગ માપસર શેકવી. આ પાવડરનો સંગ્રહ તમે હવાબંધ બરણીમાં ૧ મહીનો કે પછી વધારે સમય સુધી પણ કરી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો.

Milagai Podi, Malgapodi Powder, South Indian Gun Powder Recipe In Gujarati

This recipe has been viewed 8478 times



મલગાપડી પાવડર, દક્ષિણ ભારતીય ગન પાવડર - Milagai Podi, Malgapodi Powder, South Indian Gun Powder Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ અડદની દાળ
૨ ટેબલસ્પૂન ચણાની દાળ
૧૨ આખા લાલ કાશ્મીરી મરચાં
૧૦ to ૧૨ કડી પત્તા
૧/૨ ટીસ્પૂન હીંગ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં અડદની દાળને મઘ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા દાળ હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સૂકી શેકી એક સપાટ ડીશમાં કાઢી ઠંડી થવા બાજુ પર રાખો.
  2. એ જ પૅનમાં હવે ચણાની દાળ નાંખીને મઘ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા દાળ હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સૂકી શેકી એ જ ડીશમાં કાઢી ઠંડી થવા બાજુ પર રાખો.
  3. ફરી એ જ પૅનમાં લાલ મરચાં નાંખીને તેને પણ ૩૦ સેકંડ સુધી શેકી લો.
  4. તે પછી તેમાં કડી પત્તા મેળવી ૧ મિનિટ સુધી સૂકા શેકી લો.
  5. હવે લાલ મરચાં અને કડી પત્તા એ જ ડીશમાં કાઢી સરખી રીતે છુટા કરી સંપૂર્ણ મિશ્રણને ઠંડું થવા ૧૫ થી ૨૦ મિનિટ બાજુ પર રાખો.
  6. આ મિશ્રણમાં હીંગ અને મીઠું મેળવી મિક્સરમાં ફેરવી સહેજ કરકરૂં પાવડર તૈયાર કરો.
  7. આ પાવડરને હવાબંધ બરણીમાં ભરી રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.

Reviews