બેક્ડ રીબન સેવ | Baked Ribbon Sev, South Indian Jar Snack

ચોખાનો લોટ અને ચણાનો લોટ મેળવીને બનતી રીબન સેવ દક્ષિણ ભારતની નાસ્તા માટેની અતિ પ્રખ્યાત વાનગી ગણાય છે. અહીં અમે તેને પૌષ્ટિક્તાથી ભરપુર રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. ચણાના લોટ અને ઘઉંના લોટનું મિશ્રણ કરી તેમાં થોડા મસાલા મેળવીને બનતી આ બેક કરેલી સેવ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. આ સેવને તમે હવાબંધ બરણીમાં ભરી જ્યારે પણ મન થાય ત્યારે આનંદથી ખાઓ.

Baked Ribbon Sev, South Indian Jar Snack recipe In Gujarati

This recipe has been viewed 4887 times



બેક્ડ રીબન સેવ - Baked Ribbon Sev, South Indian Jar Snack recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦˚ સે (૩૬૦˚ ફે)   બેકિંગનો સમય:  ૧૩ થી ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧કપ માટે

ઘટકો
૧/૨ કપ ચણાનો લોટ
૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હીંગ
૩/૪ ટેબલસ્પૂન હુંફાળું ગરમ તેલ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરીને જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.
  2. હવે રીબન આકારની સેવ બને એવી જાળી પર ૧/૮ ટીસ્પૂન તેલ લગાડીને તેને સંચામાં મૂકી દો. તેની પર કણિક મૂકીને દબાવી લીધા પછી તેને ઢાંકણ વડે બંધ કરી લો.
  3. હવે સંચાને ઉપરથી દબાવીને રીબન સેવને બેકીંગ ટ્રે પર કાઢી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ૧૦ મિનિટ સુધી બેક કરી લો.
  4. તે પછી સેવને એક ઊંડા બાઉલમાં કાઢી ઠંડી થવા દો. સેવ જ્યારે સંપૂર્ણ ઠંડી થઇ જાય, ત્યારે તેના આંગળીઓ વડે અડધા ટુકડા કરી લો.
  5. સેવને હવાબંધ બરણીમાં ભરી લો અને મન થાય ત્યારે આનંદથી ખાઓ.

Reviews