You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > ફૂલકોબીના પરોઠાની રેસીપી ફૂલકોબીના પરોઠાની રેસીપી | Gobi Paratha, Punjabi Gobi Paratha તરલા દલાલ ફૂલકોબી પંજાબ રાજ્યમાં ભરપૂર માત્રામાં ઉગાડવામાં આવે છે. આ શાકનો સ્વાદ નાના મોટા સૌને પસંદ પડે એવો હોવાથી સામાજિક પ્રસંગે અને ઉત્સવે તેનો રસોઇમાં વધુ ઉપયોગ થાય છે. અહીં ફૂલકોબીનો ઉપયોગ કાંદાના મસાલા સાથે પરોઠામાં પૂરણ તરીકે કરવામાં આવ્યો છે. આ મજેદાર પરોઠા પર સારા પ્રમાણમાં ઘી ચોપડી વિવિધ રાઇતા અને અથાણા સાથે મજાનો સ્વાદ આપે છે. દાલ અમૃતસરી સાથે પણ તેનો સ્વાદ અનેરો જ મળશે. Post A comment 05 Feb 2020 This recipe has been viewed 6991 times गोभी का पराठा रेसिपी | पंजाबी गोभी पराठा | गोभी भरवां परांठा | - हिन्दी में पढ़ें - Gobi Paratha, Punjabi Gobi Paratha In Hindi gobi paratha recipe | Punjabi gobi paratha | gobi ka paratha | cauliflower paratha | - Read in English Gobi Paratha Video ફૂલકોબીના પરોઠાની રેસીપી - Gobi Paratha, Punjabi Gobi Paratha recipe in Gujarati Tags પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ |ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | તવો વેજઝટ-પટ રોટી / ઝટ-પટ પરોઠામુસાફરી માટે પરાઠા રેસીપીબપોરના અલ્પાહાર પરોઠા રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૫ પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો ફૂલકોબીના પરોઠાના કણિક માટે૧ ૧/૨ કપ ઘઉંનો લોટ૧ ટીસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસારફૂલકોબીના પૂરણ માટે૧ ૧/૨ કપ ખમણેલી ફૂલકોબી૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું, સ્વાદાનુસાર૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીરબીજી જરૂરી વસ્તુઓ ઘઉંનો લોટ , વણવા માટે ઘી , રાંધવા માટે કાર્યવાહી ફૂલકોબીના પરોઠાના કણિક માટેફૂલકોબીના પરોઠાના કણિક માટેએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.ફૂલકોબીના પૂરણ માટેફૂલકોબીના પૂરણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાંખો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ફૂલકોબી અને મીઠું મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં ૪ ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી આ પૂરણને બાજુ પર રાખો.આ પૂરણના ૫ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.ફૂલકોબીના પરોઠા બનાવવા માટે આગળની રીતફૂલકોબીના પરોઠા બનાવવા માટે આગળની રીતતૈયાર કરેલી કણિકના ૫ સરખા ભાગ પાડી લો.૨ હવે કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.આ વણેલા ભાગની મધ્યમાં ફૂલકોબીના પૂરણનો એક ભાગ મૂકી દો.તે પછી તેની કીનારીઓ મધ્યમાં વાળીને તેને સખત બંધ કરી લો.તે પછી તેને ફરીથી ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી પરોઠાને મધ્યમ તાપ પર ઘીની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.આ જ પ્રમાણે રીત ક્રમાંક ૨ થી ૬ મુજબ બીજા ૪ પરોઠા તૈયાર કરો.ફૂલકોબીના પરોઠા તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન