You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય કરી / શાક > સરગવાની શિંગની વેજીટેબલ કરી સરગવાની શિંગની વેજીટેબલ કરી | Drumstick Vegetable Curry તરલા દલાલ આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ કરીને રાંધીને તરત જ પીરસવી જેથી તેની તાજગી જળવાઇ રહે. રોટી સાથે અથવા પરોઠા સાથે પીરસી શકો. Post A comment 31 May 2024 This recipe has been viewed 8248 times ड्रमस्टिक वेजिटेबल करी रेसिपी | गुजराती स्टाइल सरगवा नू शाक | शेवगा भाजी - हिन्दी में पढ़ें - Drumstick Vegetable Curry In Hindi drumstick vegetable curry | Gujarati style saragva nu shaak | shevga bhaji | - Read in English સરગવાની શિંગની વેજીટેબલ કરી - Drumstick Vegetable Curry recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય કરી / શાકગ્રેવીવાળા શાકપારંપારીક ભારતીય શાકભારતીય પાર્ટીના વ્યંજનકઢાઇ વેજબપોરના અલ્પાહાર સબ્જી રેસીપીડિનરમાં ખવાતા સબ્જી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૩ સરગવાની શિંગ , ૨ ૧/૨”ના ટુકડા કરેલા મીઠું , સ્વાદાનુસાર૧ કપ ચણાનો લોટ૨ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન રાઇ૧/૨ ટીસ્પૂન જીરૂ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૩/૪ કપ ખમણેલા ટમેટા૧ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક તવા પર ચણાનો લોટ ૪ થી ૫ મિનિટ સુધી અથવા તે હલકા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.તેને થોડું ઠંડું પાડ્યા પછી, તેમાં ૨ કપ પાણી મેળવી ચણાનો લોટ સંપૂર્ણ ઓગળી જાય તે રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક વાસણમાં સરખી માત્રામાં પાણી સાથે મીઠું મેળવી તેને ઉકાળી, તેમાં સરગવાની શિંગના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા તે નરમ થાય ત્યાં સુધી બાફી લીધા પછી નીતારીને બાજુ પર રાખો.એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.તે પછી તેમાં આદુ, લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમેટા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.પછી તેમાં મરચાં પાવડર અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં બાફેલી સરગવાની શિંગ, ચણાનો લોટ-પાણીનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન