બ્રેડ ઉત્તપમ રેસીપી | ઇન્સ્ટન્ટ બ્રેડ ડોસા | ઝટપટ નાસ્તો | બચેલા બ્રેડની ઉત્તપમ ની રેસીપી | Bread Uttapam in Gujarati | with 22 amazing images.
એકાએક તમને કંઇ ગરમ નાસ્તો ખાવાની તીવ્ર ઇચ્છા થઇ આવે, પણ પછી યાદ આવે કે તેના માટેની કોઇ આગળથી તૈયારી તો કરી જ નથી, એવા વખતે જો ગરમ અને સુંવાળા ઉત્તાપા ખાવાની ઇચ્છા થાય તો તે માટે ખીરૂં તો હાજર હોવું જોઇએ. અહીં તમારી આ તકલીફ દૂર કરવા રવા તથા બ્રેડનું ખીરૂં તૈયાર કરી ઇન્સ્ટન્ટ બ્રેડ ડોસા બનાવવાની રીત રજૂ કરી છે. આ ખીરાનો સ્વાદ અસલ ઉત્તાપા જેવો જ છે, તે ઉપરાંત તે બનાવવામાં સરળ અને ઝડપી છે અને તેમાં કોઇ વસ્તુ પલાળવાની કે આથો આવવાની ક્રીયા માટે સમય બગાડવો પણ પડતો નથી.
અહીં અમે આ બ્રેડ ઉત્તપમને વધુ આકર્ષક બનાવવા તેમાં રસદાર અને કરકરા શાક ઉમેર્યા છે અને સાથે લીલા મરચાં અને આદૂ તેને સૌમ્ય તીખાશ આપે છે.
વધેલા બ્રેડનો ઉપયોગ કરવા માટે આ બચેલા બ્રેડની ઉત્તપમ ની રેસીપી ઉપયુક્ત છે ઉપરાંત અચાનક આવી ચડેલા મહેમાનો માટે ઝટપટ નાસ્તો તૈયાર કરવા માટે પણ એટલી જ ઉપયોગી છે.
આ ઇન્સ્ટન્ટ બ્રેડ ડોસા ચટપટી લીલી ચટણી અને સાંભર સાથે તરત જ પીરસીને મહેમાનોને ખુશ કરી દો. અનિયન-ટમેટા રવા ઉત્તાપા અને ઓટસ્ મટર ઢોસા પણ અજમાવો.
21 Jun 2022
This recipe has been viewed 7508 times