ટોમેટો બેસન પુડલા રેસીપી | ટોમેટો ઓમલેટ | ટામેટાના પુડા બનાવવાની રીત | ચણાના લોટ ના પુડલા | Tomato Omelette Recipe

ટોમેટો બેસન પુડલા રેસીપી | ટોમેટો ઓમલેટ | ટામેટાના પુડા બનાવવાની રીત | ચણાના લોટ ના પુડલા | tomato omelette in gujarati | with 16 amazing images.

મસાલાના આકર્ષક સ્પર્શ સાથે બેસન અને સમારેલા ટામેટાંનું મિશ્રણ તમને સ્વાદિષ્ટ ટોમેટો બેસન પુડલા આપે છે. અમે આ શાકાહારી ટોમેટો ઓમલેટને સુપર હેલ્ધી બનાવ્યું છે કારણ કે તે મુખ્યત્વે બેસન, ટામેટાં અને કાદાંના મિશ્રણથી બને છે. આ એક ઝડપી અને સરળ શાકાહારી ટામેટાના પુડા બનાવવાની રીત છે, જે સાંજના નાસ્તા તરીકે લઈ શકાય છે.

ટોમેટો બેસન પુડલા રેસીપીની સુંદરતા એ છે કે તે સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરીને બને છે જે તમારા ઘરે હોવાની ખાતરી છે, અને તેને પીસવાની અથવા આથો લાવવાની જરૂર નથી. તેથી, જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે તેને તરત જ બનાવી શકો છો.

આ ઝડપી ચણાના લોટ ના પુડલા એ એક લોકપ્રિય ભારતીય નાસ્તાની રેસીપી છે જે લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે પીરસવામાં આવે છે.

Tomato Omelette Recipe In Gujarati

ટોમેટો બેસન પુડલા રેસીપી - Tomato Omelette Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫ પુડલા માટે
મને બતાવો પુડલા

ઘટકો

ટોમેટો બેસન પુડલા માટે
૧/૨ કપ બારીક સમારેલા ટામેટાં
૩/૪ કપ ચણાનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૪ ટીસ્પૂન હિંગ
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ બારીક સમારેલા કાદાં
૧/૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન બારીક સમારેલું આદુ
૧/૪ કપ સમારેલી કોથમીર
૫ ટીસ્પૂન તેલ , ચુપડવા અને રાંધવા માટે

ટોમેટો બેસન પુડલા સાથે પીરસવા માટે
લીલી ચટણી
ટોમેટો કેચપ
કાર્યવાહી
ટોમેટો બેસન પુડલા બનાવવા માટે

    ટોમેટો બેસન પુડલા બનાવવા માટે
  1. ટોમેટો બેસન પુડલા બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ચણાનો લોટ, હળદર, ગરમ મસાલો, હિંગ, લાલ મરચાંનો પાવડર, મીઠું અને અડધો કપ પાણી ભેગું કરી, હલાવીને સારી રીતે મિક્સ કરો.
  2. બાકીની બધી સામગ્રી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  3. એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને તેને ૧/૨ ટીસ્પૂન તેલ વડે ગ્રીસ કરો.
  4. તે પછી તવા પર એક ચમચા જેટલું મિશ્રણ રેડીને ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનું વર્તુળ બનાવવા માટે ગોળાકાર ગતિમાં ફેલાવો.
  5. ૧/૨ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને મધ્યમ તાપ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.
  6. રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૪ ટોમેટો બેસન પુડલા તૈયાર કરો.
  7. ટોમેટો બેસન પુડલાને તરત જ લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે પીરસો.

Reviews