You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > અનિયન-ટમેટા રવા ઉત્તાપા અનિયન-ટમેટા રવા ઉત્તાપા | Instant Rava Uttapam, Jhatpat Suji Uttapam તરલા દલાલ અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો. કે પછી એક દીવસ આગળથી આથો આવવા માટેનું આયોજન પણ નથી કરવું પડતું. એકાદેક કલાકમાં તો રવાના ખીરામાં આથો આવી જાય છે કારણકે તેમાં દહીં ઉમેરવામાં આવ્યું છે. આ ઉત્તાપામાં તમારી મનગમતી બધી વસ્તુઓનો સમાવેશ છે જેવી કે ખાટા ટમેટા, તીવ્ર સુવાસવાળા કાંદા, સુગંધી કોથમીર અને લીલા મરચાં. તવા પરથી તરત જ ઉતારીને કોથમીર કે નાળિયેરની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો અને તેની મજા માણો. બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો, તે છે અડઇ અને કાંચીપૂરમ ઇડલી Post A comment 23 Feb 2021 This recipe has been viewed 11423 times अनियन टमॅटो रवा उत्तपा - हिन्दी में पढ़ें - Instant Rava Uttapam, Jhatpat Suji Uttapam In Hindi instant rava uttapam recipe | jhatpat suji uttapam | onion tomato rava uttapam | - Read in English Instant Rava Uttapam Recipe Video અનિયન-ટમેટા રવા ઉત્તાપા - Instant Rava Uttapam, Jhatpat Suji Uttapam recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ |દક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છેમનોરંજન માટેના નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાભારતીય પાર્ટીના વ્યંજનબર્થડે પાર્ટી આથા આવવાનો સમય: ૧ કલાક   તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૮૫1 કલાક 25 મિનિટ    ૬ ઉત્તાપા માટે મને બતાવો ઉત્તાપા ઘટકો ૧ કપ રવો૪ ટેબલસ્પૂન દહીં૧ ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસાર૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટમેટા૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૩ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર તેલ , રાંધવા માટેપીરસવા માટે નાળિયેરની ચટણી કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં રવો, દહીં, મીઠું અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે ૧ કલાક બાજુ પર રાખો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટો (તરત જ છમ અવાજ આવે તે રીતે) અને કપડા વડે તવાને સાફ કરી લો.હવે ગરમ તવા પર ૧/૪ કપ જેટલું ખીરૂ રેડીને ૧૨૫ મી. મી. (૫”)નો જાડો ગોળાકાર બનાવો.ઉત્તાપાની કીનારીની બાજુએ થોડું તેલ રેડી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી રાંધી લો.તે પછી તેની પર ૧/૨ ટેબલસ્પૂન કાંદા, ૧/૨ ટેબલસ્પૂન ટમેટા, ૧/૨ ટેબલસ્પૂન કોથમીર અને ૧/૪ ટીસ્પૂન લીલા મરચાં સરખી રીતે છાંટી લો.હવે ઉત્તાપાને પલટાવીને તેની બીજી બાજુ હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાંધી લો.રીત ક્રમાંક ૨ થી ૬ મુજબ બીજા ૫ ઉત્તાપા તૈયાર કરો.નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન