મોદક રેસીપી | સ્ટીમ મોદક | ગણેશ ચતુર્થી રેસીપી | Modak, Steamed Modak, Ukadiche Modak for Ganesh Chaturthi તરલા દલાલ મોદક રેસીપી | સ્ટીમ મોદક | ગણેશ ચતુર્થી રેસીપી | modak in gujarati | with 20 amazing images. અહીં ગોળ અને નાળિયેરના રસદાર મિશ્રણથી ભરેલા ચોખાના લોટના શેલોથી મોદક રેસીપી બનાવેલી છે. ગણેશ ચતુર્થી છે! ગણેશજીના પ્રિય મોદકની પુષ્કળ વરાઇઅટીથી બનાતા હોય છે. મોઢામાં પાણી લાવનાર મોદક સ્વાદિષ્ટ ગણેશ ચતુર્થી ઉજવણીનો એક અવિભાજ્ય ભાગ છે, ત્યારે તમે તેને વધુ વખત અજમાવી શકો છો કારણ કે તે આખા પરિવાર માટે, ખાસ કરીને નાના બાળકો માટે સ્વાદિષ્ટ વાનગી છે. સામાન્ય રીતે ૧૧ અથવા ૨૧ મોદક ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. દર મહિને આવતી સંકષ્ટ ચતુર્થી અને અંગારકી ચતુર્થી પર સ્ટીમ મોદક ભગવાનને અર્પણ કરવા બનાવવામાં આવે છે. Post A comment 18 Sep 2021 This recipe has been viewed 4486 times मोदक रेसिपी, गुड़-नारियल मोदक, गणेश चतुर्थी के लिए मोदक, स्टीम्ड मोदक - हिन्दी में पढ़ें - Modak, Steamed Modak, Ukadiche Modak for Ganesh Chaturthi In Hindi modak recipe | steamed modak | Ukadiche Modak for Ganesh Chaturthi recipe | modak made with mould | modak handmade recipe | - Read in English Modak Video મોદક રેસીપી - Modak, Steamed Modak, Ukadiche Modak for Ganesh Chaturthi recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન મીઠાઈઓમહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજનપેંડા / લાડુપરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝરાંધ્યા વગરની રેસીપીસંકષ્ટી ચતુર્થીમાં બનતી રેસીપીગણેશ ચતુથીઁ રેસિપિસ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૪૫ મિનિટ    ૨૧ મોદક માટે મને બતાવો મોદક ઘટકો મોદકના કણિક માટે૨ કિલોગ્રામ ચોખાનો લોટમોદકના પૂરણ માટે૧ ૧/૪ કપ ખમણેલો ગોળ૨ કપ તાજું ખમણેલું નાળિયેર૧ ટેબલસ્પૂન ખસખસ૧/૨ ટીસ્પૂન એલચીનો પાવડરમોદક માટે અન્ય સામગ્રી૧ ટીસ્પૂન ઘી ગૂંથવા અને ચોપડવા માટે કાર્યવાહી કણિક બનાવવા માટેકણિક બનાવવા માટેએક ઊંડા નોન-સ્ટીક પેનમાં ૧ ૩/૪ કપ પાણી ઉકાળો.એક ઊંડા બાઉલમાં ચોખાનો લોટ મૂકો અને ધીમે ધીમે ઉકાળેલું પાણી ઉમેરો. શરૂઆતમાં એક ચમચીનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો અને પછી નરમ અને મુલાયમ કણિક તૈયાર કરો.ઢાંકણથી ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.પૂરણ બનાવવા માટેપૂરણ બનાવવા માટેએક ઊંડુ નોન-સ્ટીક પેન ગરમ કરો, ગોળ ઉમેરો અને ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા ગોળ ઓગળે ત્યાં સુધી, સતત હલાવતા રહો.નાળિયેર, ખસખસ અને એલચીનો પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા બધો ભેજ બાષ્પીભવન થાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.પૂરણને ૨૧ સમાન ભાગોમાં વહેંચો અને એક બાજુ રાખો.મોદક બનાવવા માટે આગળની વિધિમોદક બનાવવા માટે આગળની વિધિ૧/૨ ટીસ્પૂન ઘીનો ઉપયોગ કરીને ફરી એકવાર લોટ બાંધી લો અને બાજુ પર રાખો.ખૂબ ઓછા ઘીનો ઉપયોગ કરીને મોદક મોલ્ડને ગ્રીસ કરો અને તેને બંધ કરો.કણિકનો એક ભાગ લો, તેને મોદકના મોલ્ડમાં દબાવો જ્યાં સુધી તે બધી બાજુઓ પર સમાનરૂપે ફેલાઈ ન જાય.પૂરણના એક ભાગ સાથે કણિક પોલાણમાં ભરો.કણિકનો નાનો ભાગ લો અને તેને મોદક મોલ્ડના પાયા પર સમાનરૂપે ફેલાવો જેથી પૂરણને સીલ કરી શકાય.મોદકના મોલ્ડમાંથી મોદક કાઢો.રીત ક્રમાંક ૨ થી ૭ પ્રમાણે બાકીના ૨૦ મોદક તૈયાર કરી લો.સ્ટીમરમાં સ્ટીમરની પ્લેટ મૂકો અને તેના પર કેળાનું પાન મૂકો.તમારી આંગળીની ટીપ્સનો ઉપયોગ કરીને બધા મોદકોને થોડા પાણીથી ભીના કરો.કેળાના પાન પર ૧૦ મોદક મૂકો અને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી સ્ટીમ કરો.રીત ક્રમાંક ૧૦ પ્રમાણે વધુ ૧ બેચમાં ૧૧ મોદક તૈયાર કરી લો.હૂંફાળું પીરસો.હાથવગી સલાહ :હાથવગી સલાહ :આ મોદક ઓરડાના તાપમાને એક દિવસ અને ફ્રીઝમાં હોય તો ૨ દિવસ માટે તાજા રહે છે.સ્થાનિક "સ્ટીલ વાસણો અને ઉપકરણો" ની દુકાનોમાં મોદકના મોલ્ડ સરળતાથી ઉપલબ્ધ હોય છે.બે પ્રકારના મોલ્ડ ઉપલબ્ધ છે, ધારોકે. પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ. પ્લાસ્ટિક મોલ્ડની કિંમત રૂ. 10 થી રૂ. 30. સ્ટેનલેસ સ્ટીલ મોલ્ડની કિંમત રૂ. 40 થી રૂ. 70. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન