You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > ચાટ > ચાટ મસાલો ની રેસીપી ચાટ મસાલો ની રેસીપી | Chaat Masala ( Chaat) તરલા દલાલ લગભગ બધા ચાટ મસાલા નાજુક અને જીભને ગમી જાય એવો સ્વાદ ધરાવતા હોય છે અને તે આપણા રોજના વપરાતા મસાલા વડે તૈયાર કરવામાં આવે છે. ફક્ત હોશિયારીથી મસાલાનું સંયોજન કરવું પડે છે. સચંળ અને આમચૂર પાવડર વગેરેનો ઉપયોગ ચાટ મસાલાને કડક અને ઉગ્ર સુગંધવાળો બનાવે છે અને તૈયાર કરેલી ડીશમાં તેનો મહત્વ આપણી સમક્ષ નજરે પડે છે. અને તેના વડે અપેક્ષિત આનંદદાઇ સુવાસ પણ મળી રહે છે. અહીં અમે તમને એક આદર્શ રીત જણાવી છે જેના વડે તમને સપ્રમાણ મિશ્રણ મળી રહે. આમ તૈયાર થતો ચાટ મસાલો લાંબો સમય સુધી રાખી શકો એવો તૈયાર થાય છે. નામ સૂચવે છે તેમ, આ ચાટ મસાલાનો ઉપયોગ મોટા ભાગની ચાટ વાનગીઓ માં થાય છે. Post A comment 10 Jun 2021 This recipe has been viewed 10994 times चाट मसाला रेसिपी | चाट मसाला पाउडर | चाट मसाला चाट के लिए | - हिन्दी में पढ़ें - Chaat Masala ( Chaat) In Hindi chaat masala recipe | chaat masala recipe for chaats | Indian chaat masala | - Read in English ચાટ મસાલો ની રેસીપી - Chaat Masala ( Chaat) recipe in Gujarati Tags ચાટ રેસીપી કલેક્શનભારતીય પાર્ટીના વ્યંજનમિક્સર તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૩ મિનિટ   કુલ સમય : ૫ મિનિટ    ૧ કપ માટે મને બતાવો કપ ઘટકો ચાટ મસાલો ની રેસીપી બનાવવા માટે૧/૪ કપ જીરૂ૧ ટેબલસ્પૂન કાળા મરી૧/૪ કપ આમચૂર૨ ટેબલસ્પૂન સંચળ૧ ૧/૨ ટેબલસ્પૂન મીઠું૧/૨ ટીસ્પૂન હીંગ કાર્યવાહી ચાટ મસાલો ની રેસીપી બનાવવા માટેચાટ મસાલો ની રેસીપી બનાવવા માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં જીરૂ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સૂકું શેકી લીધા પછી તેને એક ડીશમાં કાઢી ૨ થી ૩ મિનિટ સુધી ઠંડું થવા બાજુ પર રાખો.હવે એક મિક્સરની નાની જારમાં આ શેકેલા જીરા સાથે કાળા મરી મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર તૈયાર કરો.આ પાવડરને ગરણી વડે ચાળીને ગરણીમાં બાકી રહેલા કરકરા મિશ્રણને કાઢી લો.હવે આ પાવડરમાં બાકી રહેલી વસ્તુઓ જેવી કે આમચૂર, સંચળ, મીઠું અને હીંગ મેળવી તમારા હાથની આંગળીઓ વડે તેને ૧ થી ૨ મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી લો.આ ચાટ મસાલો પાવડરને હવાબંધ બરણીમાં ભરી રૂમ તાપમાનમાં રાખો અથવા રેફ્રીજરેટરમાં રાખી મૂકો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન