ફણગાવેલા મગની કરી સાથે મેથીના મુઠીયા - Sprouted Curry with Methi Muthia

Sprouted Curry with Methi Muthia recipe In Gujarati

This recipe has been viewed 657 timesઆ રંગીન સ્પ્રાઉટવાળી કરી પ્રથમ નજરે ગમી જાય એવી છે કારણ કે તેમાં ઉમેરવામાં આવેલા મુઠીયા એવા આકર્ષક લાગે છે. કોથમીર અને પાલક સાથે મસાલા પેસ્ટ મેળવીને તેને તૈયાર કરવામાં આવ્યા છે. હજી તો આ શરૂઆત છે, મજાની વાત તો અહીં એ છે કે મોઢામાં પાણી છુટી જાય એવી ખુશ્બુદાર કરીમાં નાળિયેરનું દૂધ અને તૈયાર કરેલી મસાલેદાર પેસ્ટ પણ મેળવવામાં આવી છે. કરકરા સ્પ્રાઉટની સુવાસ સાથે મેથીના મુઠીયાનો સ્વાદ મળીને તમને યાદ રહી જાય એવી તૈયાર થાય છે આ વાનગી.

ફણગાવેલા મગની કરી સાથે મેથીના મુઠીયા - Sprouted Curry with Methi Muthia recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ ફણગાવેલા મગ
૧ ૧/૨ કપ નાળિયેરનું દૂધ
૨ ટીસ્પૂન તેલ
૧/૨ કપ સમારેલા કાંદા
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (લગભગ ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરીને)
૩/૪ કપ સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં
૧ નાનો ટુકડો આદૂનો
૧ ટેબલસ્પૂન સમારેલું લસણ
૪ to ૫ પાલકના પાન
૨ ટીસ્પૂન લીંબુનો રસ

મેથીના મુઠીયા માટે
૧ ૧/૨ કપ સમારેલા મેથીના પાન
૫ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
એક ચપટીભર હીંગ
૧ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
૨ ટીસ્પૂન તેલ
તેલ , તળવા માટે
કાર્યવાહી
મેથીના મુઠીયા માટે

  મેથીના મુઠીયા માટે
 1. એક ઊંડા બાઉલમાં ૨ ટેબલસ્પૂન પાણી સાથે બધી વસ્તુઓ સારી રીતે મેળવી લો.
 2. તે પછી આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળવાળી લો.
 3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા મુઠીયા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર કાઢી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી તળી લો.
 2. તે પછી તેમાં ફણગાવેલા મગ, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 3. તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને નાળિયેરનું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ રાંધી લો.
 4. હવે તાપને બંધ કરી તેમાં મુઠીયા મેળવી હળવા હાથે મિક્સ કરી લો.
 5. તૈયાર થયેલી વાનગી તરત જ પીરસો.

Reviews