ચોકલેટ મોદક રેસીપી | મોદક બનાવવાની રીત | ગણેશ ચતુર્થી સ્પેશ્યિલ | Chocolate Modak, Ganpati Recipe

ચોકલેટ મોદક રેસીપી | મોદક બનાવવાની રીત | ગણેશ ચતુર્થી સ્પેશ્યિલ | chocolate modak in gujarati.

ગણેશજી બાળકોને પ્રેમ કરે છે અને બાળકો ગણેશજીને પસંદ કરે છે, તો ચાલો તેમના મનપસંદની એકદમ નવી મિઠાઈ બનાવીએ! ચોકલેટ મોદક એ એકદમ નવી મિઠાઈ છે જેમાં ચોકલેટ, દૂધ, ક્રીમ, બદામ અને ભૂક્કો કરેલા બિસ્કીટનું મોંમાં પાણી આવે તેવું મિશ્રણ મોદકના મોલ્ડમાં સેટ કરીને નરમ ચોકલેટી મોદક બનાવવામાં આવે છે જે કોઈપણને ખાવાનું ગમશે!

આ સોફ્ટ મોદક સંપૂર્ણ રીતે ગળ્યા હોય છે અને બનાવવા માટે પણ એકદમ સરળ અને ઝડપી હોય છે. તેઓ હવાચુસ્ત ડબ્બામાં ૫ થી ૬ દિવસ સુધી તાજા રહે છે.

Chocolate Modak, Ganpati Recipe In Gujarati

This recipe has been viewed 2131 times



ચોકલેટ મોદક રેસીપી - Chocolate Modak, Ganpati Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩૧ મોદક માટે
મને બતાવો મોદક

ઘટકો

ચોકલેટ મોદક માટે
૩/૪ કપ સમારેલી ડાર્ક ચૉકલેટ
૧/૨ કપ ફ્રેશ ક્રીમ
૧/૨ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૨ કપ ચૂરો કરેલા ડાઇજેસ્ટીવ બિસ્કિટ
૧/૪ કપ કાપેલો મિક્સ માવો (બદામ , કાજુ , પિસ્તા , અખરોટ)
ઘી , ચોપડવા માટે
કાર્યવાહી
ચોકલેટ મોદક બનાવવા માટે

    ચોકલેટ મોદક બનાવવા માટે
  1. એક પહોળા નોન-સ્ટીક પેનમાં ફ્રેશ ક્રીમ, કન્ડેન્સ્ડ મીલ્ક અને ડાર્ક ચોકલેટ ભેગું કરો.
  2. ગેસ ચાલુ કરો, સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધો.
  3. તેમાં બિસ્કિટ અને મિક્સ માવો ઉમેરીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. મિશ્રણને પ્લેટમાં મુકો અને તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
  5. ઠંડુ થાય એટલે મોદક મોલ્ડને એકવાર ધી થી ગ્રીસ કરો.
  6. મિશ્રણનો એક ભાગ લો, તેને મોદકના મોલ્ડમાં ચુસ્તપણે મૂકો.
  7. મોદકના મોલ્ડના તળિયેથી વધારાનું મિશ્રણ દૂર કરો અને મોદકને ડિમોલ્ડ કરો.
  8. ૩૦ વધુ મોદક બનાવવા માટે સ્ટેપ ૬ અને ૭ નું પુનરાવર્તન કરો.
  9. એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને જરૂર મુજબ ઉપયોગ કરો.

Reviews