સરગવાની શિંગનું અથાણું | દક્ષિણ ભારતીય અથાણું | Drumstick Pickle, South Indian Pickle

એક સાવ જુદા જ પ્રકારનું અને અસામાન્ય ગણી શકાય એવું આ અથાણું દક્ષિણ ભારતીય રસોડાની અલગ જ પ્રકૃતિરૂપ છે. સરગવાની શિંગનું અથાણું તીખાશ તો ધરાવે છે છતા મને ખાત્રી છે કે તે સ્વાદના રસિયાઓને તો સો ટકા ગમી જશે. સાંતળેલી સરગવાની શિંગને આમલીના પલ્પ, હીંગ અને તાજા તૈયાર કરેલા મસાલા પાવડરમાં મેરિનેટ કરવાથી, આ અથાણાંને મેથી અને રાઇની તીવ્ર ખુશ્બુ મળી રહે છે. જ્યારે તમે શિંગને એક કે બે દીવસ મેરિનેટ કરવા માટે રાખશો ત્યારે તમને જણાશે કે શિંગમાં મસાલાની કુદરતી તીવ્રતા તેમાં ભળી જાય છે જેથી તે શિંગને મધુર અને સ્વાદિષ્ટ બનાવી એક અલગ જ અથાણું તૈયાર કરે છે.

Drumstick Pickle, South Indian Pickle recipe In Gujarati

This recipe has been viewed 5937 times

ड्रमस्टिक पिकल रेसिपी | सहजन का अचार | - हिन्दी में पढ़ें - Drumstick Pickle, South Indian Pickle In Hindi 


સરગવાની શિંગનું અથાણું, દક્ષિણ ભારતીય અથાણું - Drumstick Pickle, South Indian Pickle recipe in Gujarati

તૈયારીનો સમય:    પરિપકવ માટેનો સમય: ૪૮ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૨કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૨ કપ સરગવાની શિંગ , ૫૦ મી.મી. (૨”) લાંબા ટુકડા કરેલા
૩/૪ કપ રાઇનું તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન ચણાની દાળ
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
કડી પત્તા
૧/૨ ટીસ્પૂન હીંગ
૧ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૪ કપ આમલીનું પલ્પ
૧ ૧/૨ ટીસ્પૂન મીઠું

પીસીને સુંવાળું પાવડર તૈયાર કરવા માટે
૨ ટીસ્પૂન મેથીના દાણા
૧ ટેબલસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન જીરૂ
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં સરગવાની શિંગ નાંખી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેને નીતારીને બાજુ પર રાખો.
  3. એ જ તેલમાં રાઇ, ચણાની દાળ, કાશ્મીરી લાલ મરચાં, કડી પત્તા અને હીંગ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં લાલ મરચાં પાવડર, હળદર, આમલીનો પલ્પ, તૈયાર કરેલો પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં તળેલી શિંગ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તેને સંપૂર્ણ ઠંડું પાડી હવાબંધ બરણીમાં ભરી અને સૂકી જગ્યા પર ૨ દીવસ સુધી રહેવા દો.
  7. જ્યારે જરૂર પડે ત્યારે પીરસો.

Reviews