વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી | Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe

શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે મધુમેહ, કીડનીની તકલીફ અને રક્તનો ઉંચો દાબ ધરાવનાર માટે અતિ ઉત્તમ ગણાય એવી છે.

આ વેજીટેબલ અને ઘઉંના ફાડીયાની ખીચડીમાં મીઠું ઓછું નાખવામાં આવે છે ઉપરાંત ઘઉંના ફાડીયામાં ફોસ્ફરસ અને પોટેશિયમ બીજી અન્ય અનાજની વાનગીની સરખામણીમાં ઓછું રહેલું છે. આમ આ ખીચડીની મજા એ છે કે તેમાં ફાઇબર વધુ હોવાથી શરીરમાં સાકરના પ્રમાણને દાબમાં રાખે છે.

ઓછા મીઠાવાળી આ ખીચડીના સ્વાદમાં જરા પણ બાંધછોડ કર્યા વગર તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદૂ, લસણ, ટમેટા, કાંદા અને મસાલા પાવડર ઉમેરીવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ખીચડી ઓછા તેલ વડે પણ બનાવવામાં આવે છે જેથી તેને સતત હલાવતા રહી તૈયાર કરવી, નહીં તો મસાલા અને શાક વાસણમાં ચીટકી જશે.

Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe In Gujarati

This recipe has been viewed 5947 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD



વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી - Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ ઘંઉના ફાડીયા
૧ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
એક ચપટીભર હીંગ
૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ કપ ઝીણી સમારેલી ફૂલકોબી
૧/૪ કપ ઝીણી સમારેલી દૂધી
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૮ ટીસ્પૂન હળદર
૧/૮ ટીસ્પૂન મીઠું
કાર્યવાહી
    Method
  1. વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પનમાં ઘંઉના ફાડીયાને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સૂકા જ શેકી લો.
  2. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં અને હીંગ મેળવી મધ્યમ તાપ પર 30 સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આદૂ, લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતલી લો.
  4. તે પછી તેમાં ટમેટા, ફૂલકોબી અને દૂધી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં ઘંઉના ફાડીયા, મરચાં પાવડર, હળદર, મીઠું અને 2 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરમાં 3 સીટી સુધી રાંધી લો.
  6. કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં વરાળને નીકળી જવા દો.
  7. પછી તેમાં 5 ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી ખીચડીને હલકે હાથે છુંદી રહેતા રાંધી લો.
  8. તરત જ પીરસો.

Reviews

વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી
 on 15 Oct 19 04:00 PM
5

Tarla Dalal
15 Oct 19 04:46 PM
   Thanks Narendra . We are delighted you loved the recipe. Your feedback will help hundreds others try the recipe and make this a better cooking community.