પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati | Spinach and Mint Soup

પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati |

મજેદાર સ્વાદ અને ગુણકારી વસ્તુઓ વડે બનતું આ સૂપ પાલક અને લીલા કાંદાના લીલા પાનની પૌષ્ક્તાથી ભરપુર છે. કોથમીર અને ફૂદીનાના ગુણ પણ તેની પૌષ્ટિકતામાં ઉમેરો કરે છે. જાયફળ અને કાળા મરી સૂપની ખુશ્બુને ફક્ત વધારતા નથી પણ તેમાં રહેલી રોગ પ્રતિકાર શક્તિથી સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે.

Spinach and Mint Soup recipe In Gujarati

This recipe has been viewed 11351 times
5/5 stars  100% LIKED IT   
2 REVIEWS ALL GOOD

स्पिनॅच एण्ड मिन्ट सूप - हिन्दी में पढ़ें - Spinach and Mint Soup In Hindi 
Spinach and Mint Soup - Read in English 


પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati | - Spinach and Mint Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાલક, ફૂદીનો, કોથમીર. લીલા કાંદાના લીલા પાન અને ૪ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો. તેને ઠંડા પાણી વડે ધોઇને નીતારીને બાજુ પર રાખો.
  2. મિશ્રણ ઠંડું થાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી નરમ સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો નાંખી, ઘીમા તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ઉપર ફીણ થાય ત્યાં સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં તૈયાર કરેલી પ્યુરી, ૩/૪ કપ પાણી, જાયફળ પાવડર, મરી પાવડર, ફ્રેશ ક્રીમ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  5. ગરમ ગરમ પીરસો.

Reviews

પાલક ફૂદીનાનું સૂપ | પાલક નું સૂપ | પૌષ્ટિક સૂપ | spinach and mint soup in gujarati |
 on 03 May 21 10:28 AM
5

Tarla Dalal
03 May 21 02:39 PM
   Thanks for the feedback !!! Keep reviewing recipes and articles you loved.
પાલક-ફૂદીનાનું સૂપ
 on 12 Aug 17 04:01 PM
5