You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > ચોકલેટ ડૅઝર્ટસ્ > ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી | Chocolate Truffle Ice Cream તરલા દલાલ ઘરમાં કોઇ ખાસ પ્રસંગની ઉજવણી હોય અને તેમાં ઘરે જ તૈયાર કરેલી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ હોય, તો તેના જેવી ઉજવણી બીજી કઇ ગણાય? એક મજેદાર અને આનંદદાયક ડાર્ક ચોકલેટ અને તાજા ક્રીમ સાથે બનતી આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ નાના બાળકો જ્યારે ચાખશે, ત્યારે તો તેમને અતિ આનંદ મળશે એની ખાત્રી અમે આપી શકીએ. શાહી બનવા ઉપરાંત આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમમાં ડાર્ક ચોકલેટની ખુશ્બુ મોટાઓને પણ એટલી જ પસંદ પડશે. આ આઇસક્રીમને વધુ મજેદાર બનાવવામાં તમે તેમાં ચોકલેટના નાના ટુકડા ઉમેરી આનંદમાં વધારો કરી શકો. Post A comment 29 Sep 2019 This recipe has been viewed 4717 times Chocolate Truffle Ice Cream - Read in English ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી - Chocolate Truffle Ice Cream recipe in Gujarati Tags મનગમતી રેસીપીચોકલેટ ડૅઝર્ટસ્આઇસ્ક્રીમઆઈસ્ક્રીમમનોરંજક ડૅઝર્ટસ્ફ્રીજબાળકો માટે મીઠી વાનગીઓ તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૬ મિનિટ   કુલ સમય : ૧૧ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે૧/૨ કપ સમારેલી ડાર્ક ચોકલેટ૨ ટીસ્પૂન કોર્નફ્લોર૧ કપ દૂધ૧/૪ કપ કેસ્ટર શુગર૩/૪ કપ તાજું ક્રીમ કાર્યવાહી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટેચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટેએક બાઉલમાં ૨ ટેબલસ્પૂન ઠંડા પાણી સાથે કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૨ ટેબલસ્પૂન પાણી ઉકાળી લો. તેને તાપ પરથી નીચે ઉતારી લીધા પછી તેમાં ડાર્ક ચોકલેટ મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું સૉસ બનાવીને બાજુ પર રાખો.બીજા એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધને ૨ થી ૩ મિનિટ સુધી ગરમ કરી લો.તે પછી તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ અને કેસ્ટર શુગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.૫. આ દૂધને તાપ પરથી નીચે ઉતારી સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.જ્યારે દૂધ સંપૂર્ણ ઠંડું થઇ જાય તે પછી તેમાં તાજું ક્રીમ અને પીગળાવેલી ચોકલેટનું મિશ્રણ મેળવી મથની (whisk) વડે સારી રીતે મિક્સ કરી લો.આ ચોકલેટના મિશ્રણને એક છીછરા (shallow) એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં ૬ કલાક અથવા તે અર્ધુ સેટ થાય ત્યાં સુધી રાખી મૂકો.તે પછી આ મિશ્રણને મિક્સરના જારમાં રેડીને પીસીને સુંવાળું બનાવી લો.હવે ફરીથી આ મિશ્રણને એક છીછરા (shallow) એલ્યુમિનિયમના પાત્રમાં રેડી લો. તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં લગભગ ૧૦ કલાક અથવા તો તે બરોબર જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.પીરસવાના સમયે તેને રેફ્રીજરેટરમાંથી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ બહાર કાઢીને, ૨ થી ૩ મિનિટ રાખી મૂક્યા પછી સ્કુપ કરી તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન