You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > મનોરંજન માટેના નાસ્તા > મિની ઈડલી ઇન કોકોનટ સૉસ મિની ઈડલી ઇન કોકોનટ સૉસ | Idli in Coconut Sauce, Spinach Idli in Coconut Curry તરલા દલાલ મિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું. Post A comment 21 Jun 2022 This recipe has been viewed 5464 times इडली इन कोकोनट सॉस रेसिपी | नारियल सॉस में पालक इडली | पालक की इडली और नारियल का सॉस - हिन्दी में पढ़ें - Idli in Coconut Sauce, Spinach Idli in Coconut Curry In Hindi idlis in coconut sauce recipe | palak idlis in coconut curry | spinach idlis in coconut curry | - Read in English Mini Idlis in Coconut Sauce Video મિની ઈડલી ઇન કોકોનટ સૉસ - Idli in Coconut Sauce, Spinach Idli in Coconut Curry recipe in Gujarati Tags વિવિધ પ્રકારની ઈડલીદક્ષિણ ભારતીય નાસ્તામનોરંજન માટેના નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાતવા રેસિપિસરક્ષાબંધન રેસીપીમધર્સ્ ડે તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૨માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો નાળિયેરના સૉસ માટે૧ કપ નાળિયેરનું દૂધ૧ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરું૨ કડી પત્તા૧ ચીરી પાડેલું લીલું મરચું મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન લીંબુનો રસ૧/૨ ટીસ્પૂન સાકર૨ ટીસ્પૂન કોર્નફલોર , ૨ ટેબલસ્પૂન ઠંડા પાણીમાં ઓગાળવુંઈડલી માટે૧૦ પાલકના પાન૧ કપ રેડીમેડ ઈડલીનું ખીરૂ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી નાળિયેરના સૉસ માટેનાળિયેરના સૉસ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો.જ્યારે જીરું તતડવા માંડે ત્યારે તેમા કડી પત્તા, લીલું મરચું, નાળિયેરનું દૂધ, મીઠું, લીંબુનો રસ, સાકર અને પાણીમાં ઓગળેલું કોર્નફલોર નાંખી સારી રીતે મિક્સ કરી તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સતત હલાવતા રહીં, રાંધીને બાજુ પર રાખો.ઈડલી માટેઈડલી માટેએક બાઉલમાં પર્યાપ્ત ગરમ પાણીમાં પાલકના પાનને ૧ થી ૨ મિનિટ સુધી હલકા ઉકાળી લો.હવે તેને નીતારી, ઠંડા કરી અને મિક્સરમાં ફેરવી સુંવાળીં પેસ્ટ બનાવો.એક બાઉલમાં ઈડલીનું ખીરૂ, પાલકની પેસ્ટ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો.નાના ઈડલી બનાવવાના સાંચામાં થોડું તેલ ચોપડી, તૈયાર થયેલા ખીરાને રેડી, ૬ થી ૭ મિનિટ સુધી સ્ટીમરમાં બાફી લો.ઈડલી ઠંડી થાય એટલે તેને સાંચામાંથી કાઢી લો અને બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક સીઝલર પ્લેટ અથવા તવાને ગરમ કરો.તૈયાર કરેલા નાળિયેરના સૉસના ચાર ભાગ કરી, એક ભાગને પ્લેટ અથવા તવા પર પાથરી ૧ મિનિટ સુધી રાંધી લો.હવે તેમાં તૈયાર થયેલી ઈડલી અને બાકી રહેલા નાળિયેરના સૉસને રેડો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.હવે તેમાથી લીલું મરચું કાઢી લઈ તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન