કોપરા પાક રેસીપી | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | Kopra Pak

કોપરા પાક રેસીપી | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | with 26 amazing images.

કોપરા પાક બનાવા માટે ફુલ-ફૈટ દૂધ અને નાળિયેર એક સાથે રાંધવામાં આવે છે, આ મીઠાઇને તીવ્ર સ્વાદ અને કરકરુ પોત આપે છે, જ્યારે એલચી ઉમેરવાથી તે મજેદાર સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. દરેક વયના લોકો માટેનો ઓલટાઇમ પ્રિય, કોપરા પાકને ૫ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે.

પરફેક્ટ કોપરા પાક બનાવવા માટેની ટિપ્સ: ૧. હંમેશા તાજા છીણેલા નાળિયેરનો ઉપયોગ કરો. વાસી નાળિયેર આ મીઠાઈને ખરાબ સ્વાદ આપી શકે છે. ૨.પેનની બાજુઓને વચ્ચે વચ્ચે સ્ક્રેપ કરવાનું યાદ રાખો, નહીં તો મિશ્રણ બાજુઓ પર ચીટકી જશે અને બળી જશે. ૩. ટુકડાઓમાં કાપતા પહેલા સંપૂર્ણપણે ઠંડુ કરો, નહીં તો તે તૂટી જશે. ૪. ધારદાર છરી અથવા પિઝા કટરનો ઉપયોગ કરીને, ગુજરાતી કોપરા પાકને ચોરસ ટુકડાઓમાં કાપો. જો થેંગાઈ બરફી નરમ હોય અને તમે તેને ટુકડાઓમાં કાપવા માટે સક્ષમ ન હોવ, તો તેનો અર્થ એ કે આપણે થોડા વધુ સમય માટે નાળિયેર બરફી રાંધવી પડશે. બરફીનું મિશ્રણ ગરમ કરો અને બધી જ ભેજ બાષ્પીભવન થાય ત્યાં સુધી ધીમા તાપ પર રાંધતા રહો અને પછી કોપરા પાકને ફરીથી ધી ચોપડેલી થાળીમાં નાખો. જો કોપરા પાક ઉખડવાનું શરૂ કરે, તો તેનો અર્થ એ છે કે અમે મિશ્રણને વધુ પડતું રાંધયું છે. ગભરાશો નહીં, માત્ર ૨ ચમચી દૂધ અથવા પાણી સાથે નાળિયેરનું મિશ્રણ ગરમ કરો.

Kopra Pak recipe In Gujarati

કોપરા પાક રેસીપી - Kopra Pak recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૫ ટુકડાઓ માટે
મને બતાવો ટુકડાઓ

ઘટકો

કોપરા પાક બનાવવા માટે સામગ્રી
૩ કપ તાજું ખમણેલું નાળિયેર
૧ ટેબલસ્પૂન ઘી
થોડા એલચી ના દણા
૩ કપ દૂધ
૧ ૧/૨ કપ સાકર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન હલકા ઉકાળીને સમારેલા પિસ્તા
કાર્યવાહી
કોપરા પાક બનાવવા માટે વિધિ

    કોપરા પાક બનાવવા માટે વિધિ
  1. કોપરા પાક બનાવવા માટે, એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, એલચી ના દણા નાંખો અને મધ્યમ આંચ પર થોડી સેકંડ માટે સાંતળો.
  2. તાજું ખમણેલું નાળિયેર ઉમેરો અને મધ્યમ આંચ ૭ થી ૮ મિનિટ સુધી સાંતળી લો.
  3. દૂધ અને સાકર ઉમેરો, સારી રીતે મિક્સ કરી લો અને ૪૫ મિનિટ માટે મધ્યમ આંચ પર ક્યારેક ક્યારેક હલાવતા રાંધી લો અને પૅનની બાજુઓ સાફ કરતા રહો.
  4. તે પછી મિશ્રણને પૅનમાંથી કાઢી તરત જ ઘી ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)વ્યાસ અને ૨૫ મી. મી. (૧ ”) ઊંચાઈની થાળીમાં નાખીને સપાટ ચમચાની મદદથી સમાનરૂપે પાથરી લો.
  5. સમારેલા પિસ્તાને પાથરીને સપાટ ચમચા ની મદદથી હલકા હાથે દબાવી લો અને ૧ કલાક માટે સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
  6. કોપરા પાક બનાવવા માટે ચોરસ ટુકડા કાપી અને પીરસો અથવા હવા-ચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. કોપરા પાક હવા-ચુસ્ત કન્ટેનરમાં ઓરડાના તાપમાન પર ૪ થી ૫ દિવસ તાજો રહે છે. વધુ દિવસ સંગ્રહિત કરવા માટે, રેફ્રીજરેટરમાં હવા-ચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો.
વિગતવાર ફોટો સાથે કોપરા પાક રેસીપી

કોપરા પાક જેવી અન્ય રેસીપી

  1. જો તમને કોપરા પાક રેસીપી | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | પસંદ છે, તો પછી અમારી બરફી વાનગીઓનો સંગ્રહ અને અમને ગમતી કેટલીક વાનગીઓ જુઓ.

કોપરા પાક કંઈ સામગ્રીથી બને છે?

  1. કોપરા પાક કંઈ સામગ્રીથી બને છે? કોપરા પાક | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | ૩ કપ તાજું ખમણેલું નાળિયેર, ૧ ટેબલસ્પૂન ઘી, થોડા એલચી ના દાણા, ૩ કપ દૂધ, ૧ ૧/૨ કપ સાકર અને ૧ ટેબલસ્પૂન હલકા ઉકાળીને સમારેલા પિસ્તાથી બને છે.

કોપરા પાક બનાવવા માટે

  1. કોપરા પાક બનાવવા માટે | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | એક ઊંડા નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો.
  2. થોડા એલચી ના દાણા ઉમેરો.
  3. થોડીક સેકન્ડ માટે મધ્યમ તાપ પર સાંતળી લો.
  4. ૩ કપ તાજું ખમણેલું નાળિયેર ઉમેરો.
  5. મધ્યમ તાપ પર સાંતળી લો. તમારે નાળિયેરને સતત હલાવતા રહેવાની જરૂર છે જેથી તે પેનની નીચેથી બળી ન જાય.
  6. મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ માટે સાંતળી લો.
  7. ૩ કપ દૂધ ઉમેરો.
  8. ૧ ૧/૨ કપ સાકર ઉમેરો.
  9. સારી રીતે મિક્સ કરી લો.
  10. મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા ૪૫ મિનિટ સુધી રાંધો અને પેનની બાજુઓને સ્ક્રેપ કરો. ૪૫ મિનિટ સુધી રાંધવાની તસવીરો નીચે આપેલ છે. કોપરા પાકને રાંધવાની આ પ્રથમ તસવીરમાં કોપરા પાક ઉકાળવા આવી રહ્યું છે.
  11. દૂધ રાંધવા આવ્યું છે.
  12. કોપરા પાકને રાંધવાનું ચાલુ રાખો.
  13. કોપરા પાક બીજી વખત ઉકળે છે.
  14. તમે જોઈ શકો છો કે દૂધ ધીમે ધીમે બાષ્પીભવન થઈ રહ્યું છે.
  15. કોપરા પાક લગભગ તૈયાર છે.
  16. ૪૫ મિનિટ સુધી રાંધ્યા પછી કોપરા પાક | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | તસવીરમાં છે એવો દેખાશે.
  17. ૧૭૫ મી. મી. (૭”)વ્યાસ અને ૨૫ મી. મી. (૧ ”) ઊંચાઈની થાળીને ઘીથી ચોપડી લો.
  18. મિશ્રણને ઘી ચોપડેલી થાળીમાં નાખો અને સપાટ ચમચાનો ઉપયોગ કરીને સમાનરૂપે ફેલાવો.
  19. ૧ ટેબલસ્પૂન હલકા ઉકાળીને સમારેલા પિસ્તાથી ગાર્નિશ કરો. પિસ્તાને બ્લાન્ચ કરવા માટેની વિગતવાર રેસીપી નીચે આપવામાં આવી છે.
  20. આપણે કોપરા પાક રેસીપીને | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | ચોરસ આકાર આપવાની જરૂર હોવાથી, આપણે પહેલા આડી રેખાઓમાં કાપીશું.
  21. હવે આપણે ઊભી રેખાઓમાં કાપીશું. તમારો કોપરા પાક | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | તૈયાર છે.

પિસ્તાને બ્લાન્ચ કરવા માટે

  1. પિસ્તા તસવીરમાં છે એવા દેખાય છે.
  2. પિસ્તાને શેલ માંથી કાઢો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે ગરમ પાણીમાં પિસ્તા મૂકો.
  3. પાણી નીતારી લો, પિસ્તાને છોલીને કાપી લો. તમારા પિસ્તા કોપરા પાકમાં | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | સુશોભન માટે વાપરવા તૈયાર છે.

કોપરા પાકને કેવી રીતે સ્ટોર કરવો

  1. કોપરા પાકને | નારીયલ ની બરફી | ગુજરાતી ટોપરાપાક | નાળિયેર બરફી | kopra pak in Gujarati | હવા-ચુસ્ત કન્ટેનરમાં ઓરડાના તાપમાન પર ૪ થી ૫ દિવસ તાજો રહે છે. વધુ દિવસ સંગ્રહિત કરવા માટે, રેફ્રીજરેટરમાં હવા-ચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો.

Reviews