You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > ટી રેસિપિ સંગ્રહ > લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી | Lemongrass Iced Tea, Indian Style તરલા દલાલ મજેદાર સુગંધથી છલોછલ આ ચહાનો સ્વાદ જ તાજગીભર્યો છે. લીલી ચહાની પત્તી તો સુગંધદાર છે પણ વધુમાં આ ચહામા મેળવેલી લીંબુની સ્લાઇસ તેને ઉચ્ચતમ ગુણવત્તાવાળી બનાવે છે. અહીં યાદ રાખવાની ખાસ જરૂરત એ છે કે તેમાં બરફનાં ટુકડા અને લીંબુની સ્લાઇસ ઉમેરતા પહેલાં ચહા સંપૂર્ણ ઠંડી થઇ હોય તેની ખાત્રી કરી લો, જેથી લીંબુનો સ્વાદ કડવો ન લાગે અને ચહાનો આનંદ મસ્ત ઠંડી રીતે માણી શકો. આ લીલી ચહા-પત્તીની ચહા તમને ગરમીના દીવસોમાં તાજગીભર્યો અનુભવ આપશે અને તેની સુગંધ કાયાકલ્પનો અહેસાસ પણ આપશે. Post A comment 10 Feb 2020 This recipe has been viewed 7189 times हरे चाय की पत्तियों की आइस टी रेसिपी | लेमन ग्रास आइस टी | भारतीय स्टाइल हरे चाय की पत्तियों की आइस टी | - हिन्दी में पढ़ें - Lemongrass Iced Tea, Indian Style In Hindi lemongrass iced tea recipe | Indian style lemongrass iced tea | hare chai ki patti iced tea | - Read in English લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી - Lemongrass Iced Tea, Indian Style recipe in Gujarati Tags ટી રેસિપિ સંગ્રહમૉકટેલ્સ્સ્ક્વૉશ / સીરપહાઇ ટી પાર્ટીકોકટેલ પાર્ટી તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૬ મિનિટ   કુલ સમય : ૧૧ મિનિટ    ૨ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો લેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી બનાવવા માટે૧/૪ કપ સમારેલી લીલી ચહાની પત્તીઓ૧/૪ કપ સાકર૨ ટેબલસ્પૂન ચહા પાવડર૪ લીંબુની સ્લાઇસ૮ બરફના ટુકડા કાર્યવાહી Methodલેમન ગ્રાસ આઇસ ટી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૨ કપ પાણી સાથે સાકર, લીલી ચહાની પત્તીઓ અને ચહા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૬ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.તે પછી તેને એક ઊંડા બાઉલમાં ગરણી વડે ગાળીને સંપૂર્ણ ઠંડી થવા દો.પીરસતા પહેલા, દરેક ગ્લાસમાં ૪ બરફના ટુકડા અને ૨ લીંબુની સ્લાઇસ મૂકી ઉપર લીલી ચહા પત્તીનું મિશ્રણ રેડી સરખી રીતે હલાવી, તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન