You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > આઇસ્ક્રીમ > બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી | Banana Butterscotch Ice Cream તરલા દલાલ નરમ અને રસદાર કેળા અને મધુર સુગંધ ધરાવતું બટરસ્કોચનું સંયોજન એટલે સ્વર્ગીય આનંદજ ગણાય અને તમે પણ તે કબૂલ કરશો આ આઇસક્રીમ ચાખીને. કેળા તાકત અને જોમ પૂરનાર તો છે અને તેમાં ફળોના સ્વાદવાળી આઇસક્રીમ તેને વધુ મલાઇદાર બનાવે છે. અહીં યાદ રાખશો કે આઇસક્રીમ જ્યારે અડધી જામી ગઇ હોય ત્યારે જ તેમાં તૈયાર કરેલું પ્રાલીન ઉમેરવું જેથી તમને પ્રાલીનનું કરકરાપણું માણવા મળે. આ આઇસક્રીમ એમ જ પીરસી શકાય છે અથવા તેની પર સૂકો મેવો અને ફળો મૂકીને પણ તેનો આનંદ માણી શકાય છે. Post A comment 27 Sep 2018 This recipe has been viewed 5986 times Banana Butterscotch Ice Cream - Read in English બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી - Banana Butterscotch Ice Cream recipe in Gujarati Tags મનગમતી રેસીપીફળ આધારીત ડૅઝર્ટસ્આઇસ્ક્રીમદિવાળીની રેસિપિમધર્સ્ ડેશિક્ષક દીનથેન્કસગિવીંગ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૪ માત્રા માટે ઘટકો **બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે ૨ ૧/૨ કપ દૂધ૩/૪ કપ સાકર૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર૧/૨ કપ તાજું ક્રીમ૧/૨ કપ મસળેલા કેળા૧/૨ રેસીપી બટરસ્કોચ સૉસ થોડા ટીપા બટરસ્કોચ ઍસેન્સનાપ્રાલીન માટે૧/૪ કપ સાકર૧/૪ કપ સમારેલા કાજુ૧ ટીસ્પૂન માખણ તેલ , ચોપડવા માટે કાર્યવાહી પ્રાલીન માટેપ્રાલીન માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર સાકરને ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકર પીગળવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી ગરમ કરી લો.તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં કાજુ અને માખણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને તેલ ચોપડેલી સપાટ જગ્યા પર પાથરી ઠંડું અને સખત થવા મૂકો.હવે તે જ્યારે સખત થઇ જાય, ત્યારે તેને ચપ્પુ વડે હળવેથી કાઢીને ખાંડણી-દસ્તા વડે તેનો અર્ધકચરો પાવડર બનાવીને હવાબંધ બરણીમાં ભરી રાખો.આગળની રીતઆગળની રીતબનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં ૧/૨ કપ દૂધ અને કોર્નફ્લોર સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.હવે બીજા એક નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલું ૨ કપ દૂધ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.તે પછી તેમાં કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.હવે આ મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે તેમાં તાજું ક્રીમ, કેળા, બટરસ્કોચ સૉસ અને બટરસ્કોચ ઍસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં ૬ કલાક અથવા આઇસક્રીમ અડધી જામી જાય ત્યાં સુધી રાખો.તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.હવે આ મિશ્રણને ફરીથી તે જ છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેમાં તૈયાર કરેલું પ્રાલીન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. તે પછી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં લગભગ ૧૦ કલાક સુધી અથવા આઇસક્રીમ બરોબર જામી જાય ત્યાં સુધી રાખો.તે પછી તેને સ્કુપ વડે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન