You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > લૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્ > બદામ બેરિ અને નાળિયેરનું કેક બદામ બેરિ અને નાળિયેરનું કેક | Almond Berry and Coconut Cake, For Fitness and Weight Loss તરલા દલાલ આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબી, ફાઇબર, પ્રોટીન, મેગ્નેસિયમ અને વિટામીન-ઇ છે, જે શરીરમાં સાકરના પ્રમાણને ઓછું કરી બલ્ડપ્રેશરને દાબમાં રાખીને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે. નાળિયેરમાં મિડિયમ ચેઇન ટ્રાયગ્લીસરાઇડ હોય છે જે આંતરડા માર્ગે યુકૃતમાં પહોંચી તરત જ ઉર્જા આપે છે. અહીં બેરિ એક ખાસ મહત્વની છે કારણકે તેમાં ફાયટોકેમિકલ્સ (phytochemicals) છે જે આપણા શરીરમાં નુકશાન પામતા કોષોને અટકાવે છે. કોળાના બીજમાં પણ એન્ટીઓક્સિડંટ (antioxidants) છે, જ્યારે બેરિમાં મીઠાશ છે પણ મધુમેહમાં વધારો કરે એટલી મીઠાશ તેમાં નથી. મધ સાથે બેરિ આ કેકને મજેદાર મીઠાશ આપે છે, છતાં જો તમને વધુ મીઠાશ જોઇતી હોય તો તેમાં મધનું પ્રમાણ વધારી શકો છો. આ પૌષ્ટિક કેક પોતાનું વજન બાબત ધ્યાન રાખનારા અને રમતવીરો માટે અતિ ઉત્તમ છે. આ કેક કોઇપણ સમયે નાસ્તા તરીકે અથવા ભોજનના અંતે માણી શકાય એવા છે. આવી જ બીજી પૌષ્ટિક વાનગીઓ જેવી કે બદામનું બ્રેડ અને બ્રોકન વીટ ઉપમા જરૂરથી અજમાવજો. Post A comment 29 May 2018 This recipe has been viewed 5439 times बादाम बेरी और नारियल का केक की रेसिपी - हिन्दी में पढ़ें - Almond Berry and Coconut Cake, For Fitness and Weight Loss In Hindi Almond Berry and Coconut Cake, For Fitness and Weight Loss - Read in English બદામ બેરિ અને નાળિયેરનું કેક - Almond Berry and Coconut Cake, For Fitness and Weight Loss recipe in Gujarati Tags લૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્બેકડ ઇન્ડિયન રેસિપીઅવનલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓવિટામિન બી3, નિયાસિન થી ભરપૂર બી વિટામિન રેસીપીગર્ભાવસ્થા આંતરરાષ્ટ્રિય વ્યંજન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૩૦ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૫૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય: ૨૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૬૫1 કલાક 5 મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ કપ બદામ૧/૪ ટીસ્પૂન આખું મીઠું૧/૪ કપ નાળિયેરનું તેલ૩ ટેબલસ્પૂન મધ૧ ટીસ્પૂન વેનીલા એક્સટ્રેક્ટ૧/૨ કપ તાજું ખમણેલું નાળિયેર૧/૨ કપ કોળાના બીજ૧/૨ કપ સૂરજમુખીનો બીજ૧/૪ કપ બદામની કાતરી૧/૪ કપ ફ્રોજન બ્લુબરી નાળિયેરનું તેલ , ચોપડવા માટે કાર્યવાહી Methodબદામને પર્યાપ્ત ગરમ પાણીમાં પલાળી, ઢાંકણ વડે ઢાંકીને ૧ કલાક સુધી બાજુ પર મૂકી રાખ્યા પછી નીતારીને તેની છાલ કાઢી લો.તે પછી બદામની સાથે આખુ મીઠું મેળવી મિક્સરમાં સારી રીતે ફેરવી લીધા પછી તેને બાજુ પર રાખો.હવે એક ઊંડા બાઉલમાં નાળિયેરનું તેલ, મધ, વેનીલા એક્સટ્રેક્ટ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સપાટ ચમચા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.હવે તેમાં બાકી રહેલી વસ્તુઓ સાથે બદામનું મિશ્રણ મેળવી સ્પેટુલા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.હવે એક ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળ એલ્યુમિનિયમના ટીનમાં નાળિયેરનું તેલ ચોપડી, તેમાં તૈયાર કરેલું મિશ્રણ મૂકો અને સ્પેટુલા (spatula) વડે સમતલ કરી લો. તે પછી તેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન