ક્રસ્ટી પટેટો ફીન્ગર્સ્ | Crusty Potato Fingers ( Mexican Recipe)

એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં બોળવાનો પ્રયત્ન કરશો અને તેનો સ્વાદ માણીને હજી તો તે તમારા મોઢામાં જે હશે ત્યારે જ તમને વિચાર આવશે કે આ સ્નેક સાલસાથી સ્વાદિષ્ટ થયું છે કે પછી બટાટાની કરકરી ચીપ્સથી. બટાટાને ખીરામાં બોળીને તેની ઉપર અર્ધકચરા કરેલા કોર્નફ્લેક્સનું આવરણ તૈયાર કરી તેને જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવામાં આવે છે, ત્યારે એવો મજેદાર નાસ્તો બને છે કે જેનો સ્વાદ તમે આગળ ક્યારે પણ અનુભવ્યો નહીં હોય. આવા આ આકર્ષક નાસ્તાને ખાટ્ટા સાલસા સાથે પીરસો અને આનંદ માણો.

Crusty Potato Fingers ( Mexican Recipe) In Gujarati

This recipe has been viewed 4802 times



ક્રસ્ટી પટેટો ફીન્ગર્સ્ - Crusty Potato Fingers ( Mexican Recipe) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ બટાટાની ફીન્ગર્સ્
ક્રશ કરેલા કોર્નફ્લેક્સ , પડ ચડાવવા માટે
તેલ , તળવા માટે

મિક્સ કરીને સુંવાળું ખીરૂ તૈયાર કરવા માટે
૩/૪ કપ મેંદો
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
મીઠું , સ્વાદાનુસાર
૧ કપ પાણી

મીક્સરમાં ફેરવી અર્ધકચરી પેસ્ટ બનાવવા માટે (પાણી વગર)
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન મોટા સમારેલા લીલા મરચાં
૧૨ મિલીમીટર (૧/૨”) નો આદુનો ટુકડો
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
સાલસા
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરી તેમાં મીઠું અને બટાટાની ફીન્ગર્સ્ મેળવી મઘ્યમ તાપ પર ૭ મિનિટ સુધી બાફી લો.
  2. તે પછી તેમાંથી વધારાનું પાણી નીતારીને બીજું ઠંડું પાણી મેળવી તેને તાજી કરી બાજુ પર રાખો.
  3. એક ઊંડા બાઉલમાં તૈયાર કરેલી પેસ્ટ અને ખીરૂ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. આ ખીરામાં બટાટાની ફીન્ગર્સ્ ડૂબાડી લીધા પછી તેને કોર્નફ્લેક્સમાં એવી રીતે ફેરવો કે તેની દરેક બાજુએ સરખા પ્રમાણમાં આવરણ તૈયાર થાય.
  5. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી બટાટાની ફીન્ગર્સ્ મેળવી, તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
  6. તેને બહાર કાઢી ટીસ્યુ પેપર પર મૂકો.
  7. સાલસા સાથે તરત જ પીરસો.

Reviews