સૂરણનું રાઈતું, ફરાળી વાનગી - Yam Raita, Farali Suran Raita Recipe

Yam Raita, Farali Suran Raita Recipe In Gujarati

This recipe has been viewed 2147 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOODકાકડીનું રાઈતું બનાવવાની ઇચ્છાથી જો તમે આગળ વિચારો, તો આ સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે.

ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સક્કરકંદનો હલવો અને શક્કરિયાની ખીચડી.

સૂરણનું રાઈતું, ફરાળી વાનગી - Yam Raita, Farali Suran Raita Recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧.૫ કપ માટે
મને બતાવો કપ

ઘટકો
૧ કપ છોલી , બાફીને મસળી લીધેલું સૂરણ
૧ કપ તાજું દહીં
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટીસ્પૂન સાકર
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન કાળા મરીનો પાવડર
૨ ટીસ્પૂન સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. તેને રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક માટે રાખો.
  3. ઠંડું પીરસો.

Reviews

સૂરણનું રાઈતું, ફરાળી વાનગી
 on 19 Apr 18 03:33 PM
5