મસૂરની દાળ અને પાલકની ખીચડી | Masoor Dal and Palak Khichdi

ખીચડી એક મજેદાર ભારતીય વાનગી છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને એટલી સંતોષકારક વાનગી છે કે તે કોઇ પણ જમણમાં પીરસી શકાય પછી ભલે તે સવારનું જમણ હોય કે રાત્રીનો. ખીચડીમાં ખૂબ બધી નવીનતા હોઇ શકે અને તમે પણ તમારી રીતે અલગ અલગ દાળ, મસાલા અને શાકભાજીનું સંયોજન બનાવીને તેને વિવિધ રીતે રાંધી શકો છો. મસૂરની દાળ અને પાલકની ખીચડી એક એવી આરોગ્યદાયક ખીચડી છે જેમાં સ્વાસ્થ્પ્રદ પાલક અને ઉર્જા આપનાર બટાટા સાથે સામાન્ય મસાલા વડે તેને તૈયાર કરવામાં આવી છે.

Masoor Dal and Palak Khichdi recipe In Gujarati

This recipe has been viewed 16719 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD



મસૂરની દાળ અને પાલકની ખીચડી - Masoor Dal and Palak Khichdi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ ચોખા , ધોઇને નીતારી લીધેલા
૧/૨ કપ મસૂરની દાળ , ધોઇને નીતારી લીધેલી
૧ કપ સમારેલી પાલક
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન હીંગ
૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ કપ છોલેલા બટાટાના ટુકડા
મીઠું , સ્વાદાનુસાર

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, લીલા મરચાંની પેસ્ટ અને હળદર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  3. પછી તેમાં પાલક અને બટાટા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. પછી તેમાં ચોખા, મસૂરની દાળ, મીઠું અને ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  5. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  6. તાજા દહીં સાથે તરત જ પીરસો.

Reviews

મસૂરની દાળ અને પાલકની ખીચડી
 on 20 Jul 17 04:57 PM
5

Loved this healthy recipe મસૂરની દાળ અને પાલકની ખીચડી - Masoor Dal and Palak Khichdi.
Tarla Dalal
20 Jul 17 04:58 PM
   Thanks Meena for your feedback.