છોલે ભટુરે રેસીપી | પંજાબી છોલે ભટુરે | છોલે ભટુરે બનાવવાની રીત | Chole Bhature

છોલે ભટુરે રેસીપી | પંજાબી છોલે ભટુરે | છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature in gujarati | with 29 amazing images.

છોલે ભટુરેની મારી સૌથી જૂની યાદો એ છે કે જે મેં મુંબઈમાં "ક્રીમ સેન્ટર" તરીકે ઓળખાતી લોકપ્રિય રેસ્ટોરન્ટમાં ખાધી હતી. પૂછપરછ પર, મને કહેવામાં આવ્યું કે ચણા અને મસાલાને કલાકો સુધી એકસાથે ઉકાળવામાં આવે છે, જેના પરિણામે મોટી સંખ્યામાં મુંબઈવાસીઓ આજે પણ તેનો સ્વાદ માણે છે!

છોલેનું મારું વર્ઝન જોકે, મિનિટોમાં તૈયાર છે અને એટલું જ સ્વાદિષ્ટ છે. મેં ચાયની પત્તી નો પણ ઊપયોગ કર્યો છે, જે કાબુલી ચણાને ઘેરો બદામી રંગ આપે છે, જે સામાન્ય રીતે કાબુલી ચણાને લોખંડના વાસણમાં ઉકાળવાથી આવે છે.

Chole Bhature recipe In Gujarati

છોલે ભટુરે રેસીપી - Chole Bhature recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

છોલે બનાવવા માટે
૧ કપ કાબુલી ચણા , આખી રાત પલાળીને નીતારી લો
ટી બેગ અથવા ૧ ટીસ્પૂન ચાયના પાવડરને મલમલના કપડામાં બાંધેલી પોટલી
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટેબલસ્પૂન જીરું
૧/૨ કપ બારીક સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન બારીક સમારેલું આદુ
૨ ટીસ્પૂન બારીક સમારેલું લસણ
૨ ટીસ્પૂન છોલે મસાલો
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન આમચૂર
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન જીરું પાવડર
મીઠું , સ્વાદાનુસાર

ભટુરા માટે
૧ કપ મેંદો
૧/૨ કપ બાફી છોલીને ખમણેલા બટાટા
૨ ૧/૨ ટેબલસ્પૂન દહીં
૧/૨ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

છોલે ભટુરાની સાથે પીરસવા માટે
૬ થી ૮ સ્લાઇસ કરેલા કાંદા
લીંબુની વેજ
કાર્યવાહી
છોલે બનાવવા માટે

    છોલે બનાવવા માટે
  1. છોલે બનાવવા માટે, કાબુલી ચણા, મીઠું, ચાયનો પાવડર બાંધેલી પોટલી અને પૂરતું પાણી પ્રેશર કૂકરમાં ભેગું કરો અને ૩ સીટી સુધી પ્રેશર કુક કરો.
  2. ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો. ચાયની પોટલી કાઢી નાખો અને કાબુલી ચણાને ગાળી લો. બાજુ પર રાખો.
  3. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, આદુ અને લસણ ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા પારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  5. તેમાં છોલે મસાલો, લાલ મરચાંનો પાવડર, આમચૂર, હળદર, ધાણા પાવડર, જીરું પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. કાબુલી ચણા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. કાબુલી ચણાને એક વખત મેશરની મદદથી હળવા હાથે મેશ કરો. પછી ગેસ બંધ કરી, બાજુ પર રાખો.

ભટુરા બનાવવા માટે

    ભટુરા બનાવવા માટે
  1. ભટુરા બનાવવા માટે, મેંદો, ખમણેલા બટાટા, દહીં, તેલ અને મીઠું ભેગું કરો અને પૂરતું પાણી વાપરીને નરમ કણિક તૈયાર કરો.
  2. કણિકને ભીના મલમલના કપડાથી ઢાંકીને ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  3. કણિકને ૮ સમાન ભાગોમાં વિભાજીત કરો અને દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને ભટુરાને એક પછી એક, બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

છોલે ભટુરાને પીરસવા માટે કેવી રીતે આગળ વધવું

    છોલે ભટુરાને પીરસવા માટે કેવી રીતે આગળ વધવું
  1. ભટુરાને છોલે, સ્લાઇસ કરેલા કાંદા અને લીંબુના વેજ સાથે તરત જ ગરમાગરમ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ભટુરા તળતી વખતે, મધ્ય ભાગને ફ્રાઈંગ સ્પૂન વડે હળવા હાથે દબાવો જેથી કરીને તે ફૂલી જાય.
  2. છોલે નો મસાલો મોટા ભાગની કરિયાણાની દુકાનો પર સરળતાથી ઉપલબ્ધ હોય છે.

Reviews