You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > મિક્સ વેજીટેબલ પરોઠા મિક્સ વેજીટેબલ પરોઠા | Mixed Vegetable Paratha ( Rotis and Subzis) તરલા દલાલ આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુમાં પણ વધારો થાય છે. Post A comment 21 Nov 2018 This recipe has been viewed 4926 times मिक्स्ड वेजिटेबल पराठा - हिन्दी में पढ़ें - Mixed Vegetable Paratha ( Rotis and Subzis) In Hindi Mixed Vegetable Paratha ( Rotis and Subzis) - Read in English મિક્સ વેજીટેબલ પરોઠા - Mixed Vegetable Paratha ( Rotis and Subzis) recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાસ્ટફ્ડ પરોઠાતવા રેસિપિસભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૪૦ મિનિટ    ૫પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો ૧/૨ કપ ઘઉંનો લોટ૧/૨ કપ મેંદો૨ ટેબલસ્પૂન દૂધ મીઠું, સ્વાદાનુસાર૧ ટીસ્પૂન પીગળાવેલું ઘી ઘઉંનો લોટ , વણવા માટેપૂરણ માટે૧ ૧/૨ કપ સમારીને બાફેલા મિક્સ શાકભાજી (ફણસી , ગાજર , લીલા વટાણા અને ફૂલગોબી)૨ ટેબલસ્પૂન તેલ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૩/૪ કપ બાફી , છોલીને મસળેલા બટાટા મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન ગરમ મસાલોબીજી જરૂરી વસ્તુઓ તેલ , રાંધવા માટેપીરસવા માટે તાજું દહીં કાર્યવાહી રોટી માટેરોટી માટેએક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, દૂધ, મીઠું અને ઘી મેળવીને તેમાં જરૂરી પાણી નાંખીને બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરો.આ કણિકના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક રોટી હળવી રીતે શેકી લીધા પછી તેને બાજુ પર રાખો.પૂરણ માટેપૂરણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.પછી તેમાં મિક્સ શાક અને બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં મીઠું, કોથમીર, લીલા મરચાં, મરચાં પાવડર અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.તેને તાપ પરથી નીચે ઉતારી થોડો સમય ઠંડું થવા દો.આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક અર્ધ શેકેલી રોટીને સપાટ, સૂકી જગ્યા પર મૂકી, પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર પાથરી રોટીને વાળીને તેને અર્ધગોળાકાર બનાવી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી તેને શેકી લો.રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે બાકીના ૪ પરોઠા પણ તૈયાર કરી લો.તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન