ઇડલી | Idli ( How To Make Idli )

દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો જાણે સામાન્ય રીતે બધાને ગમે એવી વાનગી ગણાઇ ગઇ છે. તે ફક્ત બનાવવામાં સહેલી જ નથી પણ એટલી જ પૌષ્ટિક્તા પણ ધરાવે છે અને પચવામાં પણ બહુ સરળ છે. તમને જ્યારે ઘોરી માર્ગ પર જમવા માટે કંઇ પણ ન મળે ત્યારે કોઇ પણ નાની એવી હોટલમાં ઇડલી તો જરૂર મળી રહેશે. ઇડલી બાફીને બનતી હોવાથી ગમે ત્યાં ખાવાથી પણ સહીસલામત ગણાય છે.

Idli ( How To Make Idli ) recipe In Gujarati

ઇડલી - Idli ( How To Make Idli ) recipe in Gujarati

આથો આવવાનો સમય:  ૮ કલાક   તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૩૦ઇડલી માટે
મને બતાવો ઇડલી

ઘટકો
૧ કપ અડદની દાળ
૩ કપ અર્ધઉકાળેલા ચોખા (ઉકળા ચોખા)
૧/૨ ટીસ્પૂન મેથીના દાણા
મીઠું , સ્વાદાનુસાર
નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ પણ રિફાઇન્ડ તેલ , ચોપડવા માટે
ફ્રાઇડ નાળિયેરની ચટણી , પીરસવા માટે
સાંભર , પીરસવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં અડદની દાળ અને મેથીના દાણા સાથે જરૂરી પાણી મેળવી ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ચોખા ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  3. હવે પલાળેલી અડદની દાળ અને મેથીના દાણાના મિશ્રણને મિક્સરમાં ફેરવીને (થોડું થોડું જરૂરી પાણી રેડતા રહી) સુંવાળી અને ફીણદાર પેસ્ટ તૈયાર કર્યા પછી કાઢીને બાજુ પર રાખો.
  4. એ જ રીતે પલાળેલા ચોખાને મિક્સરમાં ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  5. હવે અડદની દાળની પેસ્ટ અને ચોખાની પેસ્ટને એક બાઉલમાં મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે રાત્રભર બાજુ પર રાખો.
  6. જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  7. આ ખીરાને એક ચમચા જેટલું લઇને તેલ ચોપડેલા દરેક ઇડલીના મોલ્ડમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી બાફી લો.
  8. આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ ઇડલી તૈયાર કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે ગરમ ગરમ પીરસો.

Post your comment


Reviews