જ્યારે તમારી પાસે સવારના નાસ્તો તૈયાર કરવા માટે સમયનો અભાવ હોય ત્યારે પપૈયા અને આંબાને મિક્સરમાં ફીણી ને તૈયાર કરો આ પપૈયા મેન્ગો સ્મુધિ. તે સુગંધી, રંગીન અને પૌષ્ટિક પણ છે કારણકે પપૈયા અને આંબા, બન્નેમાં વધુ માત્રામાં વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ (antioxidant) રહેલા છે. આ મજેદાર સ્મુધિ તમને જમવાના સમય સુધી સ્ફૂર્તિમય અને ઉત્સાહી રાખશે અને એવો સંતોષ આપશે કે જાણે તમે પૂર્ણ નાસ્તો આરોગ્યો હોય.
પપૈયા મેન્ગો સ્મુધિ - Papaya Mango Smoothie ( Healthy Breakfast) recipe in Gujarati
જ્યુસર રીત માટે- બધી વસ્તુઓને મિક્સરની જારમાં ભેગી કરી સુંવાળી સ્મુધિ તૈયાર કરો.
- આ સ્મુધિને ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી ઉપરથી ભૂકકો કરેલો બરફ નાંખી તરત જ પીરસો.
હૉપર રીત માટે- આ વાનગી હૉપરમાં તૈયાર ન કરી શકાય કારણકે કેરીનો પલ્પ હૉપરમાં મેળવી ન શકાય અને પપૈયા પણ નરમ હોવાથી તેનો રસ હૉપરમાં કાઢવો સરળ નથી.