તવા અલસંદા વડા રેસીપી | નોન ફ્રાઈડ ચોળાના ટિક્કી | સ્વસ્થ આંધ્ર પ્રદેશની કટલેટ રેસીપી | તવા ચોળાના નોન ફ્રાઈડ વડા | tava alasanda vada recipe in Gujarati | with 30 amazing images.
આ તવા અલસંદા વડા એક આંધ્ર પ્રદેશની પરંપરાગત રેસીપી છે, જેમાં બાફેલા ચોળાનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ વડા બનાવામાં આવે છે. મૂળ સંસ્કરણ ડીપ-ફ્રાઈડ છે, જ્યારે અલસંદા વડાની આ રેસીપી તવા-ફ્રાઈડ છે જેથી તમે કોઈપણ ચિંતા કર્યા વિના ખુશીથી તમે તેનો આનંદ માણી શકો. કાંદાનો ક્રંચ અને કોથમીર, આદુ અને લસણ જેવી ઘણી સ્વાદિષ્ટ સામગ્રી સાથે, આ વડા ચોક્કસપણે તમારા તાળવા માટે એક સ્વાદિષ્ટ વ્યંજન તો બને છે, પણ સાથે આરોગ્યપ્રદ પણ બને છે.
ચોળાનો ઉપયોગ મોટાભાગે શાક બનાવવા થાય છે, પરંતુ ભાગ્યે જ પૌષ્ટિક ચોળા ઉપયોગ કરીને નાસ્તો બનાવવામાં આવે છે, જેવા કે તવા અલસંદા વડા!
ઉપરાંત, ચોખાનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે અયોગ્ય હોવાથી, અમે તેના બદલે તવા અલસંદા વડાને બાંધવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે.
તવા અલસંદા વડા થાઇમિન, ફોલિક એસિડ, ફાઇબર, પ્રોટીન અને ઝિંકથી સમૃદ્ધ છે.