You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી સૂકા નાસ્તા રેસિપિ > મગની દાળના ઢોકળા ની રેસીપી મગની દાળના ઢોકળા ની રેસીપી | Moong Dal Dhokla તરલા દલાલ ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે. તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોકળાની ઉપર પાથરવામાં આવતું સુગંધી વઘાર અને તેની સાથે પીરસવામાં આવતી લીલી ચટણી આપણી જીભને અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે. Post A comment 14 Dec 2022 This recipe has been viewed 14975 times 5/5 stars 100% LIKED IT 2 REVIEWS ALL GOOD मूंग दाल ढोकला की रेसिपी | गुजराती मूंग दाल ढोकला | पीले मूंग की दाल ढोकला | नो किण्वन मूंग दाल ढोकला | - हिन्दी में पढ़ें - Moong Dal Dhokla In Hindi moong dal dhokla recipe | Gujarati moong dal dhokla | steamed yellow moong dal dhokla | no fermentation moong dal dhokla | - Read in English Moong Dal Dhokla Video મગની દાળના ઢોકળા ની રેસીપી - Moong Dal Dhokla recipe in Gujarati Tags ગુજરાતી સૂકા નાસ્તાની રેસિપીગુજરાતી સવારના નાસ્તાની રેસીપીજૈન નાસ્તાની રેસિપિજૈન બ્રેકફાસ્ટસવારના નાસ્તા ઢોકળા રેસિપિસસ્ટીમ રેસિપિ, સ્ટીમ્ડ ઈન્ડિયન વેજિટેરિયનભારતીય પાર્ટીના વ્યંજન તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો મગની દાળના ઢોકળાના ખીરા માટે૩/૪ કપ પલાળેલી મગની દાળ૩ લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૧ ૧/૨ ટીસ્પૂન સાકર એક ચપટીભર હીંગ૧ ટેબલસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન હળદર૧ ટેબલસ્પૂન ચણાનો લોટ૨ ટેબલસ્પૂન દહીં૧ ૧/૨ ટીસ્પૂન ખાવાની સોડાવઘાર માટે તેલ૧/૨ ટીસ્પૂન રાઇ૧/૨ ટીસ્પૂન તલ એક ચપટીભર હીંગ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાંસજાવવા માટે૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેરપીરસવા માટે લીલી ચટણી કાર્યવાહી Methodમગની દાળના ઢોકળા ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં મગની દાળ અને લીલા મરચાંની સાથે થોડું પાણી મેળવી બરોબર મિક્સ કરી રેડી શકાય એવી નરમ પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં મીઠું, સાકર, હીંગ, તેલ, હળદર, ચણાનો લોટ અને દહીં મેળવી સારી રીતે મિક્સ કરી ખીરૂં તૈયાર કરો.જ્યારે ઢોકળા બાફવાનો સમય થાય, ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરી હલકા હાથે મિક્સ કરી લો.આ ખીરાને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળીમાં રેડી લો.હવે આ થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો. બાજુ પર મૂકો.એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.આમ તૈયાર થયેલા વઘારને તૈયાર કરેલા ઢોકળા ઉપર રેડી સરખી રીતે પાથરી લો.તે પછી તેની પર કોથમીર અને નાળિયેરનું ખમણ સરખી રીતે છાંટી લો.ઢોકળાના ટુકડા પાડીને લીલી ચટણી સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/moong-dal-dhokla-gujarati-2874rમગની દાળના ઢોકળા ની રેસીપીSavitaben N.Patel on 07 Dec 22 11:49 PM5I will give this recipe our school students for healthy breakfast. It helps to my project...on nutrition PostCancelTarla Dalal 14 Dec 22 10:36 AM   Savitaben, thanks for the feedback. PostCancelhttps://www.tarladalal.com/moong-dal-dhokla-gujarati-2874rમગની દાળના ઢોકળા ની રેસીપીChetana on 20 Feb 21 12:26 PM5 PostCancelTarla Dalal 22 Feb 21 10:27 AM   Thank you for your feedback. Kindly review the recipes and articles you love. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન