મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા | Makhmali Paneer Tikka Made in Oven, Tawa

મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા | makhmali paneer tikka made in oven in gujarati | with amazing 16 images.

મખમલી પનીર ટીક્કા એ ખૂબ જ પ્રખ્યાત મલાઈ પનીર ટીક્કા ની વિવિધતા છે. તેના નામની સાચી હકીકત એ છે, કે માખમાળી પનીર ટીક્કા, પનીરની સ્ટાર્ટર રેસીપી જે મોં માં મુકતા જ ઓગળી જાય છે.

હિન્દી શબ્દ મખમલી નરમ માટે વપરાય છે. મસાલાનું સંપૂર્ણ મિશ્રણ અને સ્મોકી સ્વાદ સાથે મરીનીટેડ અને રાંધેલા પનીરનું વર્ણન મખમલી પનીર ટીક્કામાં કરવા માટે ખૂબ સરસ છે.

Makhmali Paneer Tikka Made in Oven, Tawa recipe In Gujarati

This recipe has been viewed 5346 times



મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા - Makhmali Paneer Tikka Made in Oven, Tawa recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મખમલી પનીર ટીક્કા બનાવવા માટે
૩ કપ પનીર, ૫૦ મી.મી.ના ચોરસ ટુકડામાં કાપી લો

મખમાળી પનીર ટીક્કા માટે મિક્સ કરીને મરીનેડ બનાવવા માટે
૩/૪ કપ તાજુ ચક્કો દહીં
૧/૪ કપ ચીઝ સ્પ્રેડ
૧ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
૨ ટેબલસ્પૂન કાજૂનો પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલા
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
મખમલી પનીર ટીક્કા બનાવવા માટે

    મખમલી પનીર ટીક્કા બનાવવા માટે
  1. મખમલી પનીર ટીક્કાની રેસીપી બનાવવા માટે, પનીરના ચોરસ ટુકડાને તૈયાર કરેલા મરીનેડ સાથે ભેળો અને હળવા હાથે પનીરના ટુકડાને બધી બાજુઓથી સરખી રીતે કોટ થાય ત્યાં સુધી ટૉસ કરી લો. ૧૫ મિનિટ માટે એક બાજુ પર રાખો.
  2. પનીરના ટુકડા વાયર રેક પર આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર પનીર થાય ત્યાં સુધી ગ્રિલ કરી લો (આશરે ૧૫ મિનિટ).
  3. મખમલી પનીર ટીક્કા ને ઑવન માંથી કાઢીને ગરમ પીરસો.

Reviews