રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા રેસીપી | વેજીટેબલ પુડલા | રાઈસ અને વેજીટેબલ પુડલા | Rice and Vegetable Chilla, Vegetable Rice Cheela

રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા રેસીપી | વેજીટેબલ પુડલા | રાઈસ અને વેજીટેબલ પુડલા | rice and vegetable chilla in Gujarati | with 34 amazing images.

ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રીમાં થોડા ફેરફાર કરવાથી અથવા અલગ જાતના શાક ઉમેરવાથી, તદ્દન અલગ અને અનેરી વાનગી બને છે.

અહીં, પારંપરિક ચીલામાં છાસ અને કોબી ઉમેરી, તેને અલગ સ્વાદ આપવામાં આવ્યો છે. આ રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા વાનગીમાં રવો અને અડદની દાળ, ચોખાને કારણે રહેલી ભીનાશ ઓછી કરી, ચીલાને કરકરો બનાવે છે.

જ્યારે તમે રાઇસ એન્ડ વેજીટેબલ ચીલાને તવા પર શેકશો ત્યારે તેમાં રહેલી કોથમીર અને લીલા મરચાંની સુગંધ, આખા ઘરમાં પ્રસરી જશે.

Rice and Vegetable Chilla, Vegetable Rice Cheela recipe In Gujarati

રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા રેસીપી - Rice and Vegetable Chilla, Vegetable Rice Cheela recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૫ ચીલા માટે
મને બતાવો ચીલા

ઘટકો
૧ કપ રાંધેલા ચોખા , હળવેથી મસળેલા
૩ ટેબલસ્પૂન રવો
૧/૪ કપ અડદની દાળનો લોટ
૧/૪ કપ ખમણેલી કોબી
૧/૪ કપ ખમણેલું ગાજર
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ કપ ઘટ્ટ છાસ
મીઠું , સ્વાદાનુસાર
તેલ, ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડુ તેલ ચોપડી, ઉપર બનાવેલ મિશ્રણ થોડું રેડી, તેને ચમાચા વડે ફેલાવીને ૫૦ મી. મી. (૨”) વ્યાસનો ગોળાકાર બનાવો.
  3. થોડા તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. બચેલા મિશ્રણ વડે બાકીના ૧૪ ચીલા બનાવી લો.
  5. લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.
  6. હાથવગી સલાહ: તમે એક સાથે, તવા પર ૫ થી ૬ ચીલા બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.

Reviews