પનીર ( Paneer )
પનીર એટલે શું? ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી |
Viewed 11625 times
પનીર એટલે શું? What is paneer, chenna, cottage cheese in Gujarati?
પનીરનો ઉપયોગ શાકાહારી વાનગીઓમાં વ્યાપકપણે થાય છે. આ સફેદ અને નરમ ચીઝ કોન્ટિનેન્ટલ, ઓરિએન્ટલ અને ભારતીય ભોજનમાં વપરાય છે. તેનો સરળ અને તાજો સ્વાદ કોઈપણ વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. દૂધને ઉકાળીને ઘરે પનીર બનાવવામાં આવે છે. જો દૂધમાં એસિડિક ઘટક ઉમેરવામાં આવે ત્યારે દૂધમાંથી પનીર બને છે. આ પ્રક્રિયામાં પનીર દૂધના પાણીવાળા ભાગથી અલગ પડે છે. આ પાણીને 'વ્હે ' કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. અને સફેદ ભાગને પનીર કહેવામાં આવે છે. આ પનીર તાજુ છે અને તેમાં રેનેટ નથી, તેથી જે લોકો શાકાહારી વાનગીઓ લે છે તેઓ પણ તેનો ઉપયોગ કરે છે.
પનીરના ઉપયોગ રસોઈ માં (uses of paneer, cottage cheese, chenna in Indian cooking)
ભારતીય જમણમાં પનીરનો ઉપયોગ પરાઠા, ખીર, ટિક્કી, પકોડા અને વિવિધ પ્રકારના શાક જેવા કે પનીર પસંદા, કઢાઈ પનીર વગેરે બનાવવા માટે થાય છે.
પનીરના ફાયદા, આરોગ્ય લાભો (benefits of paneer, cottage cheese, chenna in Gujarati)
પનીરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન અને કેલ્શિયમ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પનીરમાં લો કાબૅ હોય છે અને પ્રોટીન વધારે હોવાથી તે ધીમે ધીમે પચી જાય છે અને તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. પનીરમાં પોટેશિયમ વધારે હોય છે જે સોડિયમની અસરો સામે લડવામાં મદદ કરે છે, જે બ્લડ પ્રેશર ઘટાડવા અને રક્ત વાહિનીઓના સંકોચન તરફ દોરી જાય છે, જેનાથી હાર્ટ હેલ્થ સુધરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. વજન ઘટાડવા માટે મહાન અને રસપ્રદ લેખો વાંચો, શું પનીર તમારા માટે સારું છે? લૉ ફેટ પનીરમાં, પનીર જેવા બધા જ પોષક તત્વો હોય છે, માત્ર ચરબીનો અભાવ હોય છે.
સમારેલું પનીર (chopped paneer)
ભૂક્કો કરેલું પનીર (crumbled paneer)
ખમણેલું પનીર (grated paneer)