મેંગો મસ્તાની રેસીપી | પુણેનું પ્રખ્યાત મેંગો મસ્તાની ડ્રિંક | આઈસ્ક્રીમ સાથે ભારતીય મેંગો મિલ્કશેક | Mango Mastani, Mango Milkshake with Ice Cream

મેંગો મસ્તાની રેસીપી | પુણેનું પ્રખ્યાત મેંગો મસ્તાની ડ્રિંક | આઈસ્ક્રીમ સાથે ભારતીય મેંગો મિલ્કશેક | mango mastani recipe in gujarati | with 15 amazing images.

ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો.

આ ડ્રિંક નું નામ મેંગો મસ્તાની કેવી રીતે પડયુ એ તો મને ખબર નથી. પણ આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની.

Mango Mastani, Mango Milkshake with Ice Cream recipe In Gujarati

મેંગો મસ્તાની રેસીપી - Mango Mastani, Mango Milkshake with Ice Cream recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

મેંગો મસ્તાની માટે
૧ ૧/૨ કપ આલ્ફોન્સો કેરીના ટુકડા
૨ ટેબલસ્પૂન સાકર
૧ કપ ઠંડુ કરેલું દૂધ
૧/૨ કપ વેનીલા આઈસ્ક્રીમ
૮ ટેબલસ્પૂન સમારેલી આલ્ફોન્સો કેરી
સ્કૂપ્સ વેનીલા આઈસ્ક્રીમ
૨ ટીસ્પૂન બદામની કાતરી
૨ ટીસ્પૂન પિસ્તાની કાતરી
૨ ટીસ્પૂન રંગબેરંગી ટુટી-ફ્રૂટી
કાર્યવાહી
કેરી મસ્તાની બનાવવા માટે

    કેરી મસ્તાની બનાવવા માટે
  1. કેરીના ટુકડા, સાકર, દૂધ અને આઈસ્ક્રીમને મિક્સર જારમાં ભેગું કરો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. બાજુ પર રાખો.
  2. એક લાંબો ગ્લાસ લો, તેમાં ૨ ટેબલસ્પૂન સમારેલી કેરી, ૧/૪ કપ મેંગો શેક નાખો, ૧ સ્કૂપ્સ વેનીલા આઈસ્ક્રીમ, ફરીથી ૨ ટેબલસ્પૂન સમારેલી કેરી નાખો.
  3. પછી ૧/૪ કપ કેરીનો શેક નાખો. તેની ઉપર ૧ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ નાખો.
  4. છેલ્લે તેના ઉપર ૧ ટીસ્પૂન બદામની કાતરી, ૧ ટીસ્પૂન પિસ્તા કાતરી અને ૧ ટીસ્પૂન ટુટી ફ્રુટી.
  5. રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે વધુ ૧ ગ્લાસ તૈયાર કરી લો.
  6. તરત જ પીરસો.

Reviews