પાસ્તા ઇન વાઇટ સોસ | ભારતીય સ્ટાઈલ વ્હાઈટ સોસ માં પાસ્તા | પાસ્તા રેસીપી | White Sauce Pasta, Indian Style White Sauce Pasta

પાસ્તા ઇન વાઇટ સોસ | ભારતીય સ્ટાઈલ વ્હાઈટ સોસ માં પાસ્તા | પાસ્તા રેસીપી | White Sauce Pasta in Gujarati | with 32 amazing images.

વાઇટ સૉસનો સ્વાદ આમ તો સૌને ગમી જાય એવું છે. તે ફક્ત રાંધેલી ફ્યુસિલી માટે જ મુખ્ય પાયારૂપ નથી ગણાતું, પણ વિવિધ પ્રકારની રંગીન અને કરકરી શાકભાજી માટે પણ તેટલું જ મહત્વરૂપ છે. રંગીન સિમલા મરચાં, આકર્ષક બ્રોકલી અને કરકરા બેબી કોર્ન આ પાસ્તાને વિવિધરંગી તો બનાવે જ છે પણ સાથે એવા રૂચીકારક બનાવે છે કે તેને ખાવા માટે મન તરત જ લલચાઇ જાય. આ પાસ્તા ઇન વાઇટ સૉસને મસાલા અને સૂકા હર્બસ્ વડે એવા મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે કે તરત જ ખાઇ જવાની ઇચ્છા થઇ જાય.

પાસ્તા ઇન વાઇટ સોસ માટેની ટિપ્સ. ૧. પાસ્તા ઇન વાઇટ સોસ બનાવવાની આ એક રીત છે. બીજી પદ્ધતિ એ છે કે શાકભાજીને સાંતળો અને તેને એક બાજુ રાખો, વાઇટ સોસની રેસીપી તૈયાર કરો અને પછી બધું એક સાથે ટૉસ કરી દો. જ્યારે તમે મહેમાનો માટે અથવા પાર્ટી દરમિયાન પાસ્તા રાંધતા હોવ ત્યારે આ પદ્ધતિ વાપરવી એક આદર્શ છે. અમારી વેબસાઇટમાં જૈન વ્હાઇટ સોસની રેસીપી પણ છે ૨. વાઇટ સોસ ઠંડો થતાં ઘટ્ટ થતો જશે. તેથી જ્યારે વાઇટ સોસ ગરમ હોય ત્યારે તેનો સ્વાદ લેવો શ્રેષ્ઠ રહેશે. પરંતુ જો તમે વેજીટેબલ પાસ્તા ઇન વાઇટ સોસને થોડા સમય પછી પીરસો છો તો ફરીથી ગરમ કરતી વખતે, તમે એમાં થોડું દૂધ અથવા ક્રીમ ઉમેરી શકો છો. ૩. જો તમને તમારા પાસ્તામાં વધુ સોસ પસંદ હોય તો માત્ર ૧ કપ પાસ્તાનો જ ઉપયોગ કરો. એ જ રીતે, તમે તેને વધુ પોષક બનાવવા માટે વધુ શાકભાજી ઉમેરી શકો છો.

White Sauce Pasta, Indian Style White Sauce Pasta recipe In Gujarati

પાસ્તા ઇન વાઇટ સૉસ - White Sauce Pasta, Indian Style White Sauce Pasta recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં દૂધ, મેંદો અને મીઠું મેળવી સારી રીતે ફીણી લો જેથી તેમાં ગાંગડા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તેમાં પીળા, લાલ અને લીલા સિમલા મરચાં અને ઝૂકિની મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં બ્રોકોલી અને બેબી કોર્ન મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં દૂધ અને મેંદાનું મિશ્રણ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ્, ચીઝ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં ફ્યુસિલી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ઉપર નીચે કરતાં રાંધી લો.
  7. ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો.

Reviews