You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > ઉપમા / પોહા > મઠ અને પૌવાનો ચિવડો મઠ અને પૌવાનો ચિવડો | Matki Poha Chivda તરલા દલાલ તમને દીવસની શરૂઆત એક અલગ નાસ્તાથી કરવી છે? તો આ એક અસામાન્ય પોહાની વાનગીનો સ્વાદ માણો, જેમાં ભરપૂર મસાલેદાર મઠ મેળવવામાં આવી છે. જો તમને આ ચેવડો પસંદ આવે, તો તમે તેને આગળથી તૈયાર કરી રાખો અને જ્યારે નાસ્તો ખાવાની ઇચ્છા થાય ત્યારે તેની મજા માણો.સવારના નાસ્તાના બીજા વ્યંજન પણ અજમાવો જેમ કે ઓટસ્ મટર ઢોસા અને કડુબુ. Post A comment 13 Nov 2024 This recipe has been viewed 5665 times मटकी पोहा चिवड़ा रेसिपी | महाराष्ट्रीयन मटकी पोहा चिवड़ा | आयरन युक्त चिवड़ा स्नैक - हिन्दी में पढ़ें - Matki Poha Chivda In Hindi matki poha chivda recipe | Maharashtrian matki poha chivda | iron rich chivda snack | - Read in English Matki Poha Chivda Video મઠ અને પૌવાનો ચિવડો - Matki Poha Chivda recipe in Gujarati Tags મહારાષ્ટ્રીયન બ્રેક્ફસ્ટસવારના નાસ્તા માટે ઉપમા અને પોહામનોરંજન માટેના નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાવન ડીશ મીલ રેસીપીભારતીય પાર્ટીના વ્યંજનહાઇ ટી પાર્ટી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૧૦ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પૌવા ચિવડા માટે૨ કપ ઝીણા પૌવા૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન રાઈ૧/૨ ટીસ્પૂન હળદર એક ચપટીભર હીંગ૧/૨ ટીસ્પૂન પીસેલી સાકર મીઠું , સ્વાદાનુસારમસાલા મઠ માટે૧ કપ ફણગાવેલા મઠ૨ ટીસ્પૂન તેલ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા એક ચપટીભર હીંગ૧/૪ ટીસ્પૂન હળદર મીઠું સ્વાદાનુસાર૧/૪ કપ શેકીને અર્ધકમરી કરેલી મગફળી૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૨ ટીસ્પૂન મરચાં પાવડર૨ ટીસ્પૂન લીંબુનો રસ કાર્યવાહી પૌવા ચિવડા માટેપૌવા ચિવડા માટેએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હળદર, હીંગ, પૌવા, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પ૨ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.આ મિશ્રણના ૪ સરખાં ભાગ પાડી બાજુ પર રાખો.મસાલા મઠ માટેમસાલા મઠ માટેએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.તે પછી તેમાં હીંગ, હળદર, ફણગાવેલા મઠ, મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકણ વડે ઢાંકીને ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં મગફળી, કોથમીર અને મરચાં પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ ૧ મિનિટ સુધી રાંધી લો.છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી, તાપને બંધ કરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.પીરસવાની રીતપીરસવાની રીતતૈયાર કરેલા પૌવા ચિવડાનો એક ભાગ એક બાઉલમાં મૂકીને તેની પર તૈયાર કરેલો મસાલા મઠનો એક ભાગ પાથરીતરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન