મિસળ પાવ | મહારાષ્ટ્રીયન મિસળ પાવ | મુંબઈ ના પ્રખ્યાત મિસલ પાવ ની ગુજરાતી રેસીપી | Misal Pav Or How To Make Misal Pav

મિસળ પાવ | મહારાષ્ટ્રીયન મિસળ પાવ | મુંબઈ ના પ્રખ્યાત મિસલ પાવ ની ગુજરાતી રેસીપી | Misal Pav in Gujarati | with 25 amazing photos.


મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે.

તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર અને ખાસ તૈયાર કરેલો નાળિયેર-કાંદાનો મસાલો તેની તીખાશમાં વધારો કરે છે. અહીં આ તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં ચેવડો, બટાટા પોહા અને બીજી યોગ્ય વસ્તુઓ મેળવીને લાદી પાંવ સાથે પીરસીને, આ મિસલને વધુ ભપકાદાર બનાવવામાં આવ્યું છે.

Misal Pav Or How To Make Misal Pav recipe In Gujarati

This recipe has been viewed 17290 times



મિસલ પાંવ ની રેસીપી - Misal Pav Or How To Make Misal Pav recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મિસલ મસાલા માટે
૧ ટેબલસ્પૂન તેલ
૧/૪ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા
૧/૪ કપ ખમણેલું સૂકું નાળિયેર
૨ ટીસ્પૂન આખા ધાણા
૧ ટીસ્પૂન જીરૂ
લવિંગ
મરી
૨૫ મિલીલીટર તજનો ટુકડો
આખા લાલ કાશ્મીરી મરચાં
લસણની કળી

મિસલ માટે
૩ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ કપ ફણગાવેલા મઠ
૧/૨ કપ ફણગાવેલા સફેદ વટાણા
૧/૨ કપ ફણગાવેલા મગ
૨ ટેબલસ્પૂન ફણગાવેલા ચોળા
૧ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું, સ્વાદાનુસાર

પીરસવા માટે
૧/૨ કપ મિક્સ ફરસાણ
૮ ટેબલસ્પૂન બટાટા પોહા
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૪ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
લાદી પાંવ
લીંબુના ટુકડા
કાર્યવાહી
મિસલ મસાલા માટે

    મિસલ મસાલા માટે
  1. એક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા અને ખમણેલું નાળિયેર મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સૂકા શેકી લો.
  2. તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.
  4. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય તે પછી તેને મિક્સરમાં ફેરવી જરાપણ પાણીનો ઉપયોગ ન કરતા, સુંવાળું પાવડર બનાવી બાજુ પર રાખો.

મિસલ માટે

    મિસલ માટે
  1. પ્રેશર કુકરના વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ટમેટા, હળદર અને થોડું પાણી (લગભગ ૧ ટેબલસ્પૂન) મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  5. તે પછી તેમાં ફણગાવેલા કઠોળ મઠ, સફેદ વટાણા, મગ અને ચોળા મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. તે પછી તેમાં ૨ કપ ગરમ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  7. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  8. છેલ્લે તેમાં મરચાં પાવડર, ૧/૨ કપ પાણી અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસવાના થોડા સમય પહેલા મિસલનો ૧/૪ ભાગ એક બાઉલમાં રાખી તેની પર ૨ ટેબલસ્પૂન મિક્સ ફરસાણ, ૨ ટેબલસ્પૂન બટાટા પોહા, ૨ ટેબલસ્પૂન કાંદા અને ૧ ટેબલસ્પૂન કોથમીર છાંટી લો.
  2. આ જ પ્રમાણે બાકી રહેલી સામગ્રી વડે બીજા ૩ બાઉલ તૈયાર કરો.
  3. લાદી પાંવ અને લીંબુ સાથે તરત જ પીરસો.

Reviews