પનીર ભુરજી પાનીની રેસીપી | પનીર પાનીની | પનીર પાનીની સેન્ડવિચ | Paneer Bhurji Panini, Cottage Cheese Panini

પનીર ભુરજી પાનીની રેસીપી | પનીર પાનીની | પનીર પાનીની સેન્ડવિચ | paneer bhurji panini recipe in Gujarati | with 44 amazing images.

પાનીની એક અતિ સુંદર ઇટાલીયન વાનગી છે, પણ તે આપણી ભારતીય વાનગીમાં પણ આસાની થી ભળી જાય એવી બને છે.

પાનીની એક ખાસ પ્રકારના ગ્રીલ્ડ સેન્ડવીચ જેવી જ વાનગી છે પણ તેમાં સ્લાઇસ બ્રેડના બદલે અલગ પ્રકારના વિવિધ બ્રેડ જેવા કે બૅગેટ (baguette) કે સીબાટા (ciabatta)નો ઉપયોગ થાય છે. પણ જો તમને એવા વિલાયતી બ્રેડ ન મળે, તો તેના બદલે તમે હૉટ ડૉગ રોલ વડે પણ આ પાનીની તૈયાર કરી શકો છો.

પનીર પાનીનીમાં પનીર ભુરજીનો વપરાશ થયો છે એટલે તેને ભારતીય સ્પર્શ મળે છે. અહીં ખમણેલા પનીરની સાથે જીભને તમતમતો સ્વાદ આપતા મસાલા પાવડર જેવા કે ગરમ મસાલો અને પાંવભાજી મસાલો ઉમેરવાથી આ પનીર ભુરજી પાનીની એક અત્યંત આકર્ષક વાનગી બને છે.

Paneer Bhurji Panini, Cottage Cheese Panini recipe In Gujarati

પનીર ભુરજી પાનીની ની રેસીપી - Paneer Bhurji Panini, Cottage Cheese Panini recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ પાનીની માટે
મને બતાવો પાનીની

ઘટકો

પનીર ભુરજી માટે
૧ ૧/૪ કપ ભૂક્કો કરેલું પનીર
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટેબલસ્પૂન માખણ
૧ ટીસ્પૂન બારીક સમારેલુ લસણ
૧ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૧/૪ કપ બારીક સમારેલા કાંદા
૧/૪ કપ બારીક સમારેલા સિમલા મરચાં
૧/૪ કપ બારીક સમારેલા ટામેટાં
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન પાવ ભાજી મસાલો
મીઠું , સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

અન્ય સામગ્રી
પાનીની બ્રેડ અથવા હોટ ડોગ રોલ્સ
૬ ટીસ્પૂન ઓગળેલું માખણ , ફેલાવવા અને બ્રશ કરવા માટે
૬ ટીસ્પૂન લીલી ચટણી
૪ ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદાના પાન
કાર્યવાહી
પનીર ભુરજી માટે

    પનીર ભુરજી માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ અને માખણ ગરમ કરો, તેમાં લસણ, લીલા મરચાં અને કાંદા ઉમેરીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. કેપ્સિકમ અને ટામેટાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  3. મરચું પાવડર, ગરમ મસાલો, હળદર પાવડર, પાવભાજી મસાલો અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. ફ્લેમ બંધ કરી દો, પનીર અને કોથમીર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધો. બાજુ પર રાખો.

કેવી રીતે આગળ વધવું

    કેવી રીતે આગળ વધવું
  1. પનીર ભુરજીને ૩ સરખા ભાગોમાં વહેંચો. બાજુ પર રાખો.
  2. ધારદાર છરીનો ઉપયોગ કરીને, દરેક પાનીની બ્રેડ અથવા હોટ ડોગ રોલના બે ભાગ પાડો.
  3. સ્વચ્છ સૂકી સપાટી પર પાનીની બ્રેડના ૨ ભાગો મૂકો. બંને બાજુઓ પર ૧ ટીસ્પૂન ઓગાળેલું માખણ લગાવો.
  4. બંને ભાગો પર ૧ ટીસ્પૂન લીલી ચટણી લગાવો.
  5. પનીર ભુરજીના એક ભાગને બ્રેડના નીચેના ભાગ પર મૂકો અને તેને સરખી રીતે ફેલાવો.
  6. તેના પર ૧ ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદાના પાન સરખી રીતે છાંટો.
  7. બ્રેડ બંધ કરો અને બ્રેડ પર ૧/૨ ટીસ્પૂન ઓગાળેલું માખણ લગાવો અને પહેલાથી ગરમ કરેલા સેન્ડવીચ ગ્રિલરમાં ૫ મિનિટ સુધી ગ્રીલ કરો જ્યાં સુધી તે બંને બાજુથી ક્રિસ્પી અને બ્રાઉન ન થાય.
  8. રીત ક્રમાંક ૩ થી ૭ મુજબ બીજી ૩ પાનીની તૈયાર કરી લો.
  9. દરેક સેન્ડવીચને ત્રાંસા ૨ સમાન ટુકડાઓમાં કાપો.
  10. તરત જ પીરસો.

Reviews