સબ્જીનું સાલન | Mixed Vegetables Coconut Curry, Sabzi ka Salan

મિક્સ વેજીટેબલ નાળિયેર નું શાક | સબ્જીનું સાલન | નાળિયેર દૂધમાં મિકસ વેજીટેબલ કરી | mixed vegetables coconut curry in Gujarati | with 40 amazing images.

એક ખૂશ્બુદાર વાનગી જેમાં સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેં અહીં ફણસી, ગાજર અને ફૂલકોબીનો ઉપયોગ કર્યો છે પણ તમે તમારી પસંદના કોઇ પણ શાક તેમાં ઉમેરી શકો. આમ તો આ સબ્જીનું સાલનમાં વિવિધ પ્રકારના શાક અને મસાલા ઉમેરવામાં આવ્યાં છે પણ તેની બનાવવાની રીતને કારણે તેને હલકી વાનગી ગણી શકાય.

સબ્જીનું સાલન જ્યારે રોટી અથવા ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

Mixed Vegetables Coconut Curry, Sabzi ka Salan recipe In Gujarati

મિક્સ વેજીટેબલ નાળિયેર સબઝી રેસીપી, સબ્જીનું સાલન - Mixed Vegetables Coconut Curry, Sabzi ka Salan recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ સમારીને બાફેલા મિક્સ શાકભાજી (ફણસી , ગાજર , લીલા વટાણા અને ફૂલકોબી)
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન હળદર
૧/૨ કપ તાજું ટમેટાનું પલ્પ
૩/૪ કપ જેરી લીધેલું તાજું દહીં
૧/૨ કપ નાળિયેરનું દૂધ
એક ચપટી સાકર
મીઠું , સ્વાદાનુસાર

પીસીને સૂકો પાવડર તૈયાર કરવા માટે
૩ ટુકડા લવિંગ
કાળા મરી
એલચી
૧/૨ ટીસ્પૂન જાયફળ પાવડર
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં મરચાંની પેસ્ટ, મરચાં પાવડર અને હળદર મેળવી, મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. કાંદા દાઝી ન જાય તેમાટે તેમાં થોડું પાણી છાંટી લો.
  3. પછી તેમાં ટમેટાનું પલ્પ અને દહીં મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં મિક્સ શાકભાજી અને નાળિયેરનું દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરીને એક ઉભરો આવવા દો. તે પછી કઢાઇને ઢાંકીને ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં તૈયાર કરેલો સૂકો પાવડર, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews