You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય નાસ્તા > મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે | Moong Dal Cauliflower Greens Appe, Moong Dal Appe તરલા દલાલ શું તમે ફૂલકોબીના પાન વડે મોઢામાં પાણી છૂટી જાય એવો નાશ્તો બનાવવાનો ક્યારે વિચાર કર્યો છે? ચાલો ત્યારે, અહીં મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે બનાવવામાં આવ્યા છે. ફૂલકોબીના પાન લોહનું એક ઉત્તમ સ્ત્રોત છે, જે આપણને દિવસભર સ્ફૂર્તિલા રહેવામાં મદદરૂપ બને છે. આમ તો આ મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે બનાવવામાં સરળ છે, પણ તેને બનાવવા માટે થોડી પૂર્વ તૈયારી કરવી પડે છે, કારણકે અહીં દાળ પલાળવાની હોય છે. આ અપ્પે પીરસવાના સમય એ જ બનાવવા, કારણકે થોડા સમયમાં જ તે કડક થઈ જાય છે.બીજા પૌષ્ટિક નાસ્તા પણ અજમાવો જેમ સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ અને લસણવાળી મઠ અને પાલકની ટીક્કી . Post A comment 21 Oct 2017 This recipe has been viewed 6840 times मूंग दाल और फूलगोभी के पत्ते के अप्पे रेसिपी | मूंग दाल अप्पे | स्वस्थ फूलगोभी के अप्पे | कम कैलोरी वाला नाश्ता - हिन्दी में पढ़ें - Moong Dal Cauliflower Greens Appe, Moong Dal Appe In Hindi moong dal and cauliflower greens appe recipe | Indian moong dal appe | healthy cauliflower greens appe | low calorie snack | - Read in English મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે - Moong Dal Cauliflower Greens Appe, Moong Dal Appe recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય અપ્પેદક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટસ્ટીમ્ડ સ્નૈક્સ રેસીપી | ઉકાળેલા નાસ્તાની રેસીપી |સાંજની ચહા સાથેના નાસ્તાઅપ્પે મોલ્ડબેબી ફૂડ રેસીપી, 6 થી 18 મહિના બાળકો માટેઆયર્નથી ભરપૂર રેસીપી તૈયારીનો સમય: ૫ મિનિટ   પલાળવાનો સમય: ૩ થી ૪ કલાક   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   કુલ સમય : ૨૫૭4 કલાક 17 મિનિટ    ૧૨ અપ્પે માટે મને બતાવો અપ્પે ઘટકો ૧/૨ કપ પીળી મગની દાળ૧/૪ કપ ઝીણાં સમારેલા ફૂલકોબીના પાન૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૧ ટીસ્પૂન શેકેલું જીરૂં મીઠું , સ્વાદાનુસાર૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટેપીરસવા માટે પૌષ્ટિક લીલી ચટણી કાર્યવાહી Methodમગની દાળને સાફ કરી, ધોઈને જરૂરી પાણીમાં ૩ થી ૪ કલાક પલાળી રાખો.તે પછી તેને નીતારી મિક્સરમાં ૧/૪ કપ પાણી સાથે મિક્સ કરી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં ફૂલકોબીના પાન, લીલા મરચાંની પેસ્ટ, જીરૂં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.હવે એક અપ્પે પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં ૧ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.તે પછી અપ્પેના દરેક બીબામાં ૧ ટેબલસ્પૂન જેટલું ખીરૂં રેડી તેને ઢાંકણ વડે ઢાંકી મધ્યમ તાપ પર તેની બહારની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી દરેક અપ્પેને ફોર્ક (fork) વડે પલટાવી તેની બીજી બાજુ પણ રાંધી લો. અપ્પેના ૬ બીબામાં તમે એક સાથે ૬ અપ્પે તૈયાર કરી શકશો.રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૬ અપ્પે તૈયાર કરો.પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો. Nutrient values ઊર્જા ૩૦ કૅલરીપ્રોટીન ૧.૬ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૩.૮ ગ્રામચરબી ૦.૯ ગ્રામફાઈબર ૦.૫ ગ્રામલોહ ૦.૫ મીલીગ્રામફોલીક ઍસિડ ૮.૯ માઈક્રોગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન