You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ફરસાણ રેસીપી > ફૂલગોબીના પાનના મુઠિયા ની રેસીપી ફૂલગોબીના પાનના મુઠિયા ની રેસીપી | Cauliflower Greens and Besan Muthia તરલા દલાલ ઘણીવાર આપણે બજારમાંથી લીલીછમ ફૂલકોબી લઇ આવતા હોઇએ છે, પણ તેના લીલા પાન કાઢીને ફેંકી દઇએ અને ફક્ત ફૂલકોબીના ફૂલનો જ સંગ્રહ કરીએ છીએ. પણ અહીં આ ફૂલકોબીના પાનનો વપરાશ કેવી રીતે કરવો તે રજૂ કર્યું છે. ફૂલકોબીના પાનમાં લોહતત્વ અને ફોલીક એસિડ સારા પ્રમાણમાં હોય છે, જે સગર્ભા મહિલાઓ માટે અતિ ઉત્તમ ગણાય છે. ફૂલકોબીના લીલા પાન અને ચણાના લોટના બાફેલા મુઠિયા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તાની વાનગી છે, જે તમારી લોહતત્વ અને ફોલીક એસિડની જરૂરિયાત પૂરી કરીને શરીરમાં હેમોગ્લોબીનનો વધારો કરે છે. તમને આ પારંપારિક મુઠિયાનો સ્વાદ અને તેની લહેજત જરૂરથી ગમશે. Post A comment 07 Dec 2024 This recipe has been viewed 6417 times फूलगोभी के पत्ते और बेसन मुठिया रेसिपी | हेल्दी फूलगोभी के पत्ते नाश्ता | आयरन से भरपूर मुठिया - हिन्दी में पढ़ें - Cauliflower Greens and Besan Muthia In Hindi cauliflower greens and besan muthia recipe | phool gobhi besan muthia | Indian style steamed muthia | healthy breakfast | - Read in English ફૂલગોબીના પાનના મુઠિયા ની રેસીપી - Cauliflower Greens and Besan Muthia recipe in Gujarati Tags ગુજરાતી ફરસાણ રેસીપીસરળ ભારતીય વેજ રેસિપીઝટ-પટ નાસ્તાબાળકો લોહ યુક્ત આહારઆયર્નથી ભરપૂર રેસીપીલોહ યુક્ત આહારફોલીક એસીડ યુક્ત આહાર તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૩ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ સમારેલા ફૂલગોબીના પાન૩/૪ કપ ચણાનો લોટ૧/૨ કપ ઘંઉનો લોટ૧ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૨ ટીસ્પૂન સાકર૨ ટીસ્પૂન તેલ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન તેલ , વધાર કરવા માટે૧/૨ ટીસ્પૂન રાઈ૧ ટીસ્પૂન તલ૧/૪ ટીસ્પૂન હીંગપીરસવા માટે લીલી ચટણી કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં ફૂલગોબીના પાન, ચણાનો લોટ, ઘંઉનો લોટ, મરચાં પાવડર, હળદર, સાકર, તેલ, કોથમીર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરીને જરૂરી પાણી મેળવીને નરમ કણિક તૈયાર કરો.આ કણિકના ૨ સરખા ભાગ પાડી, દરેક ભાગના લગભગ ૧૫૦ મી. મી. (૬'') લાંબા અને ૨૫ મી. મી. (૧") ના જાડા ગોળ નળાકારના રોલ તૈયાર કરો.આમ તૈયાર થયેલા બન્ને રોલને તેલ ચોપડેલી ચારણીમાં મૂકી, ચારણીને સ્ટીમર (steamer)માં મૂકી ૧૦ મિનિટ સુધી બાફી લો. તે પછી તેને બહાર કાઢી સહેજ ઠંડા થવા ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.દરેક રોલની ૧૨ મી. મી. (૧/૨")ની સ્લાઈસ કાપીને બાજુ પર રાખો.હવે વધાર કરવા માટે, એક ખુલ્લા નૉન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ, તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં તૈયાર મુઠિયાની સ્લાઇસ ઉમેરી, સારી રીતે ઉપર-નીચે ફેરવી મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.લીલી ચટણી સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન