કાજૂવાળી ટીંડલી | Tendli Cashew Nut Sabzi

ભારતના દક્ષિણી પશ્ચિમ કીનારાના રાજ્યોમાં ખાસ કરીને મેંગલોરના લોકોની ટીંડલી અને કાજૂ પ્રથમ પસંદગી ગણાય છે.

અહીં આ બન્ને સામગ્રી મેળવીને કાજૂવાળી ટીંડલી બનાવવામાં આવી છે. આ ભાજીને ફક્ત રાઇ અને લાલ મરચાંનો વઘાર આપવામાં આવ્યો છે, જેથી તમે ટીંડલીનો સ્વાદ બરોબર માણી શકો.

આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

Tendli Cashew Nut Sabzi recipe In Gujarati

કાજૂવાળી ટીંડલી - Tendli Cashew Nut Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૨ કપ સ્લાઇસ કરેલી ટીંડલી
૫ ટેબલસ્પૂન કાજૂ
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , નાના ટુકડા કરેલા
એક ચપટીભર સાકર
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં જરૂરી પાણી મેળવી કાજૂને ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં લાલ મરચાં, ટીંડલી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા ટીંડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. છેલ્લે તેમાં પલાળેલા કાજૂ, સાકર અને થોડું મીંઠુ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. ખમણેલા નાળિયેર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews