વેજીટેબલ કાલવન ની રેસીપી | મહારાષ્ટ્રીયન કાલવન ની રેસીપી | મહારાષ્ટ્રીયન હેલ્ધી શાક | Vegetable Kalvan, Maharashtrian Healthy Sabzi

વેજીટેબલ કાલવન ની રેસીપી | મહારાષ્ટ્રીયન કાલવન ની રેસીપી | મહારાષ્ટ્રીયન હેલ્ધી શાક | Vegetable Kalvan in Gujarati | with 33 amazing images.

કાલવનની એક ખાસિયત છે કે તે ઘર જેવી ખાસ વાનગી ગણી શકાય એવી છે, જે મહારાષ્ટ્રીયન લોકોની તો કોઇ પણ સમયે બનાવી શકાય એવી મનગમતી વાનગી છે.

વેજીટેબલ કાલવનમાં અનેક જાતની શાકભાજી મેળવીને દૂધ સાથે રાંધવામાં આવે છે અને તેમાં શેકેલા નાળિયેર અને મસાલાની પેસ્ટ ઉમેરવામાં આવે છે. શકેલા નાળિયરના મસાલાની પેસ્ટ સુગંધ આપે છે અને તે ઉપરાંત આ કાલવન એક વિશિષ્ટ સ્વાદ પણ આપે છે.

ઘઉંની રોટલી સાથે જ્યારે તમે જમણમાં આ કાલવન પીરસો ત્યારે તમને જરૂર આનંદનો અહેસાસ થશે.

વેજીટેબલ કાલવન માટેની ટિપ્સ. ૧. તમે આ કાલવણ રેસીપીમાં સમારેલા અને બાફેલા બટાકા અને બાફેલા ફૂલકોબીના ટુકડા પણ ઉમેરી શકો છો. ૨. અધિકૃત સુગંધ અને સ્વાદ માટે, અમે ભલામણ કરીએ છીએ કે તમે પેસ્ટને અગાઉથી બનાવા કરતા તાજી બનાવીને વાપરો. ૩. જો તમે કાલવનને થોડા સમય પછી પીરસો છો, તો તમારે થોડું પાણી ઉમેરવું પડશે અને ફરીથી ગરમ કરતા પહેલા સુસંગતતા ગોઠવવી પડશે.

Vegetable Kalvan, Maharashtrian Healthy Sabzi recipe In Gujarati

This recipe has been viewed 4241 times



વેજીટેબલ કાલવન ની રેસીપી - Vegetable Kalvan, Maharashtrian Healthy Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

વેજીટેબલ કાલવન ની રેસીપી બનાવવા માટે
૧ કપ સમારીને બાફેલા મિક્સ શાક (ગાજર , ફણસી , લીલા વટાણા વગેરે)
૨ ૧/૨ ટીસ્પૂન તેલ
કડીપત્તાં
૧ કપ સ્લાઈસ કરેલા કાંદા
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ કપ દૂધ
કાર્યવાહી
    Method
  1. વેજીટેબલ કાલવન ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા નૉન-સ્ટીક પનમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં કડીપત્તાં, કાંદા, આદૂ અને લસણ ઉમેરી મધ્યમ તાપ પર 3 મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં નાળિયેર ઉમેરી વધુ 1 મિનિટ સુધી સાંતળો લો.
  3. તે પછી તેમાં ટમેટા, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી 3 મિનિટ સુધી રાંધી લો.
  4. આ મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો, તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  5. હવે બાકી રહેલું ½ ટીસ્પૂન તેલ એક ઊંડા નૉન-સ્ટીક પનમાં ઉમેરી તેમાં જીરૂ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી મધ્યમ તાપ પર 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. તે પછી તેમાં દૂધ, મીઠું અને 1 કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. છેલ્લે તેમાં શાકભાજી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. ગરમ ગરમ પીરસો.

Reviews