બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડની ખાસિયત છે તેની સબળ સુવાસ, જે લગભગ મકાઇના કણસલાને સીધા તાપ પર શેકવાથી મળતી સુવાસ સમાન ગણી શકાય. અહીં એવા જ, બનાવવામાં સરળ અને પીરસવામાં પણ સહેલા જાદુઇ સ્વાદવાળા બર્ન્ટ કોર્નનો આનંદ માણો.
મકાઇને સીધા તાપ પર ઉંચી આંચ પર શેકી લીધા પછી તેમાં બીજી મજેદાર વસ્તુઓ જેવી કે ટમેટા, કાંદા અને સિમલા મરચાં મેળવવામાં આવ્યા છે. લીંબુનો ડ્રેસિંગ આ વાનગીમાં જોમ પૂરે છે અને આ બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડને એવો સ્વાદ આપે છે કે સ્વાદરસિયા ખુશ થઇ જશે.
આ બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડ કોઇ પણ મુખ્ય મેક્સિકન વાનગી સાથે પણ પીરસી શકાય એવી છે.
બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડ - Burnt Sweet Corn Salad, Burnt American Sweet Corn Salad recipe in Gujarati
Method- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૨ ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં મકાઇના દાણા મેળવી, ઉંચા તાપ પર ૩ મિનિટ સુધી અથવા તો દાણા સહેજ દાજેલા દેખાય ત્યાં સુધી સાંતળી લો.

- હવે બાકી રહેલા ૧ ટીસ્પૂન તેલને એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ગરમ કરી, તેમાં કાંદા અને સિમલા મરચાં મેળવીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- એક ઊંડા બાઉલમાં સાંતળેલા મકાઇના દાણા અને કાંદા-સિમલા મરચાંનું મિશ્રણ મેળવી, તેમાં ટમેટા, મીઠું અને તૈયાર કરેલું ડ્રેસિંગ પણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.