You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય ભાત > ટમેટાવાળા ભાત ટમેટાવાળા ભાત | Tomato Rice ( South Indian Recipes ) તરલા દલાલ આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સમાં ભરવા માટે તો બરોબર ગણાય એવા છે અને નાના મોટા સૌને ભાવે એવા પણ છે. આ ટમેટાવાળા ભાતને પાપડ સાથે કે પછી નાળિયેરની પચડી સાથે, તમને ફાવે તે રીતે ખાઓ પણ તેનો સ્વાદ એવો મજેદાર છે કે તેમાં મેળવેલા મસાલા અને ટમેટા એક બીજાને પૂરક પૂરવાર થાય છે. સામાન્ય મસાલા સાથે પારંપારિક વઘારમાં મેળવેલી મગફળી વડે બનતા આ ટમેટાવાળા ભાત બધાને ભાવે એવા બને છે. બીજી વિવિધ દક્ષિણ ભારતીય ભાતની વાનગી પણ અજમાવો, તે છે દહીંવાળા ભાત , લીંબુવાળા ભાત અને નાળિયેરના ભાત. Post A comment 28 Nov 2024 This recipe has been viewed 6200 times टमाटर चावल रेसिपी | टोमेटो राइस रेसिपी | दक्षिण भारतीय स्टाइल टमाटर चावल | थक्कली सदाम - हिन्दी में पढ़ें - Tomato Rice ( South Indian Recipes ) In Hindi tomato rice recipe | South Indian style tomato rice | thakkali sadam | - Read in English Tomato Rice Video, South Indian Tomato Rice, Tomato Bhaat ટમેટાવાળા ભાત - Tomato Rice ( South Indian Recipes ) in Gujarati Tags દક્ષિણ ભારતીય ભાતતમિળનાડુ પ્રદેશના વિવિધ વ્યંજનભારતીય લંચ રેસિપીવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનડબ્બા ટ્રીટસ્પારંપારિક ચોખાની વાનગીઓ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો મસાલા પાવડર માટે૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ૧ ટીસ્પૂન અડદની દાળ૧ ટેબલસ્પૂન ચણાની દાળ૧/૪ ટીસ્પૂન મેથીના દાણા૨ ટીસ્પૂન આખા ધાણા૮ આખા લાલ કાશ્મીરી મરચાં૨ ટેબલસ્પૂન ખમણેલું સુકું નાળિયેર૧/૨ ટીસ્પૂન હીંગબીજી સામગ્રી૩/૪ કપ ટમેટાનું પલ્પ૧/૨ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રીફાઇન્ડ તેલ૨ ટીસ્પૂન ઘી૧ ટીસ્પૂન રાઇ૩ ટેબલસ્પૂન કાચી મગફળી૬ to ૭ કડી પત્તા૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૨ ૧/૨ કપ રાંધેલા ભાત કાર્યવાહી Methodએક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ, ચણાની દાળ, મેથીના દાણા અને આખા ધાણા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી ધીમા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને થોડું ઠંડુ થવા દો.જ્યારે તે ઠંડું પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી ઝીણું પાવડર બનાવી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક નૉન-સ્ટીક પૅનમાં ટમેટાનું પલ્પ, હળદર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં તૈયાર કરેલો મસાલા પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી આ ટમેટા પેસ્ટને બાજુ પર રાખો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગફળી અને કડી પત્તા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મગફળી થોડી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો.તે પછી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.તે પછી તેમાં ટમેટાની પેસ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧મિનિટ સુધી રાંધી લો.છેલ્લે તેમાં રાંધેલા ભાત અને મીઠું મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન